આ ગ્રૃપ એર ઇન્ડિયાના વેચાણની રીતો નક્કી કરશે. જેમાં ચાર કેન્દ્રીય પ્રધાન હશે જેવા કે, ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને રેલ્વે પ્રધાન પીયૂષ ગોયલ અને એવિએશન મિનિસ્ટર હરદીપ પુરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોદી-2.0 સરકાર સત્તામાં આવ્યા બાદ સમૂહનું પુનઃ રચના કરવામાં આવી છે અને ગડકરી હવે આ ગ્રૃપનો ભાગ રહ્યા નથી. સૂત્રોએ જણાવ્યું કેસ AISAMની નવી રીતે રચના કરવામાં આવી છે. જેમાં પાંચની જગ્યાએ હવે માત્ર ચાર જ સભ્યો છે.