તેમણે સોમવારે ટ્વીટ કર્યુ અને જણાવ્યું કે, મે ટ્રમ્પના શર્મજનક નિવેદન બદલ ભારતીય રાજદુત હર્ષ વર્ધન શ્રૃંગલાની માફી પણ માંગી છે.
તેમણે કહ્યું, જે પણ દક્ષિણ એશિયાની વિદેશ નીતિ વિશે જાણે છે તેને ખ્યાલ જ હશે કે ભારત હંમેશા કાશ્મીર મુદ્દા પર કોઇ પણ ત્રીજા પક્ષ દ્વારા મધ્યસ્થતાનો વિરોધ કરતો રહ્યો છે. દરેકને જાણ છે કે વડાપ્રધાન મોદી આવું ન કહી શકે. ટ્રમ્પનું નિવેદન શરમજનક છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અમેરિકા પ્રવાસ પર આવેલા ઇમરાન ખાન સાથે સોમવારે એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મોદીએ કાશ્મીર મુદ્દે તેમને મદદ કરવા જણાવ્યું છે. ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, જો હું આ મુદ્દા પર મદદ કરી શકુ તો જરૂરથી કરીશ. ટ્રમ્પે તો આમંત્રણ મળશે તો પાકિસ્તાન જવાની પણ વાત કહી હતી.
જો કે, ભારતે ટ્રમ્પના આ દાવાને ખોટો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટમાં કરી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જોડે આવો કોઇ આગ્રહ નથી મુક્યો.