ચાલો એક નજર કરીએ કે ભારતના બંધારણમાં કેટલી વાર અને કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન સુધારણા કરવામાં આવ્યા હતા.
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 1947 થી લઇને 1964 સુધીના પોતાના કાર્યકાળ દરમિયાન 17 વખત બંધારણમાં સુધારો કર્યો હતો.
1951માં પ્રથમ વખત નહેરુના શાસન દરમિયાન બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. તેમણે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમયગાળા માટે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.
પંડિત નહેરુ પછી, લાલ બહાદુર શાસ્ત્રીએ લગભગ 2 વર્ષના શાસન દરમિયાન બંધારણમાં ત્રણ વખત સુધારો કર્યો હતો. ઇન્દિરા ગાંધીના સમય દરમિયાન બંધારણમાં લગભગ 22 વાર સુધારો કરવામાં આવ્યો હતો. તેઓ 1967 થી 1976 સુધી ભારતના વડાપ્રધાન હતા.
ઇન્દિરા ગાંધી બાદ વડાપ્રધાન પદ સંભાળનારા મોરારજી દેસાઇએ તેમના કાર્યકાળમાં બે વાર બંધારણમાં સુધારો કર્યો હતો. મોરારજી દેસાઈ પછી, ઈન્દિરા ગાંધી ફરી એક વખત સત્તા પર પાછા ફર્યા અને આ વખતે 1980 થી 1984 દરમિયાન, તેમણે બંધારણમાં સાત વખત સુધારો કર્યો હતો.
ઇન્દિરા ગાંધીની હત્યા પછી, તેમના પુત્ર રાજીવ ગાંધીએ, વડા પ્રધાન પદ સંભાળ્યું હતું, તેમણે 1984 થી 1989 સુધી સત્તા સંભાળી હતી. આ દરમિયાન તેમણે બંધારણમાં 10 વખત સુધારા કર્યા હતા. રાજીવ ગાંધી પછી વી.પી. સિંઘ ભારતના વડાપ્રધાન બન્યા. 1990 થી 1991 સુધી તેમણે આ પદ સંભાળ્યું હતું અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે બંધારણમાં સાત વખત સુધારો કર્યો હતો.
વી.પી. સિંહ બાદ, પી.વી નરસિંમ્હા રાવ ભારતના વડાપ્રધાન બન્યા. તેમના કાર્યકાળમાં બંધારણમાં 10 વખત સુધારા કરવામાં આવ્યા હતા. રાવ બાદ, અટલ બિહારી વાજપેયી સત્તામાં આવ્યા, તેમણે તેમના પાંચ વર્ષના કાર્યકાળ 2000 થી 2004 સુધીમાં 14 વખત બંધારણમાં સુધારો કર્યો હતો.
અટલ બિહારી વાજપેયી બાદ, મનમોહનસિંહે 2004માં વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા અને 2014 સુધી લગભગ 10 વર્ષ દેશના વડાપ્રધાન રહ્યાં. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે બંધારણમાં 6 વખત સુધારો કર્યો હતો.
2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેમના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી બંધારણમાં પાંચ વખત સુધારા કરવામાં આવ્યા છે.