એમેઝોનનો સંસ્થાપક જેફ બેજોસ અને લગભગ 8.30 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ વાળા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસ હાલ ભારતની મુલાકાતે છે. તેમણે બુધવારે દિલ્હીમાં નાના-મધ્યમ કારોબારીઓ માટે આયોજિત કાર્યક્રમ ‘એમેઝોન સંભવ’માં ભારતને લઈ બે જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "એમેઝોન 2025 સુધીમાં 10 અબજ ડોલર(70 હજાર કરોડ રૂપિયા)ની કિંમતના મેક ઈન ઈન્ડિયા પ્રોડકટ્સ એક્સપોર્ટ કરશે. આ ઉપરાત ભારતમાં નાના અને મધ્યમ કારોબારીઓને ડિઝિટલાઈઝ કરવાનું કામ કરશે.
આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું. "અમે ભારત સાથેની ભાગીદારીને લઈને કટીબદ્ધ છીએ. અમે બોલવા કરતાં કામ કરવામાં વધુ વિશ્વાસ રાખીએ છીએ."
ઉલ્લેનીય છે કે, બેજોસે એવા સમયે ભારતનો પ્રવાસ કર્યો છે, ત્યારે ભારતના કોમ્પિટિશન કમિશને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતી ભારે છૂટ અને અન્ય વસ્તુઓની તપાસના આદેશ આપ્યા છે. તો બીજી તરફ, નાના દુકાનદારો ઓનલાઇન કંપનીઓનો વિરોધ કરી રહ્યા છે.
આમ, બેજોસના ભારત પ્રવાસ દરમિયાન વેપારીઓની અગ્રણી સંસ્થા કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સએ આ ઓનલાઈન કંપનીઓ વધતી સંખ્યાને લઈ કહ્યું હતું કે, બેજોસની ભારત મુલાકાત દરમિયાન તેઓ દેશભરના 300 શહેરોમાં વિરોધ પ્રદર્શન કરશે. કારણ કે, દિવસેને દિવસે વધતી ઓનલાઈન કંપનીઓના કારણે તેઓને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે.