તો આવો જાણીએ આ કારગિલની ગાથા વિશે...
એક ભરવાડ પોતાનાં ઢોર ચરાવી રહ્યો હતો અને ત્યાં જ તેણે બોર્ડર પાસે બંકર જોયા. તેણે તુરંત જ આ અંગેની જાણ ભારતીય સેનાને કરી હતી. અને 5મી મે 1999 એ કેપ્ટન સૌરભ કાલિયા સહિત છ જવાનોની ટીમ ત્યાં જઈ પહોંચી હતી પરંતુ પાકિસ્તાની સેનાએ આ જવાનોને ઘેરી લીધા હતા. અને છ એ જવાનોનાં મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં સેનાને મળ્યાં. જાંબાઝ જવાનોની આ કુરબાનીથી દેશ હચમચી ગયો.
શિયાળાની ઋતુ અને ભૌગોલીક સ્થિતિનો ફાયદો ઉઠાવનાર પાકિસ્તાની સેનાને ધુળ ચટાવવાનું મન ભારતીય સેના બનાવી ચુકી હતી. 18000 ફૂટની ઊંચાઈવાળા કારગીલમાં શિયાળામાં તાપમાન -60 જેટલું નીચું હોય છે ત્યાં પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓના વેશમાં કારગીલ પહાડી પર કબજો જમાવી દીધો. પ્રાકૃતિક અવરોધો વચ્ચે ભારતીય સેના એ સત્તાવાર રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા-ઓપરેશન વિજય પાર પાડ્યું.
26 જુલાઇ 1999 એ ભારતીય સેનાએ કારગીલની પહાડીઓ પર લડેલા ખતરનાક યુદ્ધમાં પાકિસ્તાનને ખૂબ જ ખરાબ રીતે પરાસ્ત કર્યું હતું. પાકિસ્તાની સેના, ભારતીય સેના સામે ઘુંટણીયે પડી ગઇ. યુદ્ધમાં આપણા અનેક બહાદૂર જવાનોએ શહીદી વહોરી. ભારતમાતાના એ વીર જવાનોની શૌર્યગાથાને આજે પણ દેશ યાદ કરે છે. કારગીલ યુદ્ધ એ વિશ્વના યુદ્ધ ઇતિહાસમાં એક અજોડ યુદ્ધ છે.