શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું કે, 1 જુલાઇથી શરુ થનારી અમરનાથ યાત્રામાં અત્યાર સુધી 3,31,770 યાત્રીઓ પવિત્ર શિવલિંગના દર્શન કરી ચૂક્યા છે. મંગળવારે 10,360 યાત્રાળુઓએ દર્શન કર્યા છે. SASBના અધિકારીઓએ જણાવ્યું કે, રાજસ્થાનના ગંગાનગરના એક શ્રદ્ધાળુ 60 વર્ષીય ઉષાબેન ગંભીર રુપે બીમાર થતા તેમને મંગળવારે રાજ્યપાલ સત્યપાલ મલિકના આદેશથી હેલિકોપ્ટરના માધ્યયમથી શેષનાગથી શ્રીનગર લઇ જવામાં આવ્યા છે. અત્યાર સુધી SASB દ્વારા કુલ 16 યાત્રીઓને હેલિકોપ્ટરની મદદ લઇ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
શ્રદ્ધાળુઓનાં જણાવ્યા અનુસાર કાશ્મીરમાં સમુદ્રતળીયાથી 3888 મીટર ઉપર સ્થિત અમરનાથની ગુફામાં એક વિશાળ બર્ફની સંરચના બને છે. જે ભગવાન શીવની પૌરાણીક શકિતઓનું પ્રતિક છે. SASBના અધિકારીઓ અનુસાર યાત્રા દરમિયાન 26 શ્રદ્ધાળુંઓના મોત નિપજ્યા છે. આ સિવાય બે સ્વંયસેવકો અને બે સુરક્ષા કર્મીઓના પણ મોત થયા છે. આ વર્ષે 17 જુલાઇથી શરુ થયેલી 45 દિવસની અમરનાથ યાત્રા 15 ઓગસ્ટે શ્રાવણી પૂનમના રોજ સમાપ્ત થશે.