ઉત્તરપ્રદેશઃ હાથરસમાં દલિત યુવતી સાથે દુષ્કર્મની ઘટના અને રાત્રે અંતિમવિધિથી રાજકારણ ગરમાયુ છે. બીજી તરફ હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે. એક તરફ સુપ્રીમ કોર્ટમાં આ કેસને લગતી એક અરજીની સુનાવણી ચાલી રહી છે, બીજી તરફ હાથરસના પીડિત પરિવાર દ્વારા બંદી પ્રત્યક્ષીકરણની અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જે કોર્ટે ફગાવી છે
મળતી માહિતી મુજબ ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે પીડિતના પરિવારની અરજી ફગાવી દીધી છે. પીડિતાના પરિવાર વતી હાઈકોર્ટમાં હેબીઝ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી હતી. પીડિતાના પરિજનોએ લોકોને મળવા અને તેમની વાતો ખુલ્લી મુકવા માટેની છૂટછાટની માંગ કરી હતી.
સામાજિક કાર્યકર સુરેન્દ્ર કુમારે પીડિત પરિવાર વતી અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પોલીસ-વહીવટીતંત્રની પ્રતિબંધને કારણે પીડિત પરિવાર તેના ઘરે કેદ છે. પ્રતિબંધોને લીધે, ઘણા લોકો મળવા માટે આવી શકતા નથી. કુટુંબના સભ્યો કોઈની સાથે ખુલ્લીને વાત કરી શકતા નથી.
આ ઉપરાંત અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સરકારી સ્ટાફ પીડિત પરિવારના લોકોને ઘરની બહાર જવા દેતો નથી અને ન્યાય મેળવવા માટે પીડિતાના પરિવારની નજર કેદના બંધનો દૂર કરવા જરૂરી છે. આ કેસની સુનાવણી ગુરુવારે હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી હતી.
હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પીડિતના પરિવારને સુરક્ષા મળી છે. જો નારાજ પક્ષને લાગે, તો તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે.