મમતા કેન્દ્ર સરકારની વિરૂદ્ધ થઇ છે, તો અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ તેના સમર્થનમાં આવી ગઇ છે. અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ચંદ્રબાબુ નાયડુ જેવા નેતાઓએ મમતાના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. તો કોંગ્રેસ અને માયાવતી સરકારે તો પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું છે કે, તેઓ મમતાના સમર્થનમાં છે. વિપક્ષ પાર્ટીઓ તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, PMની રેલી દિવસે છે માટે ચૂંટણી પંચ દ્વારા રાત્રે પ્રચાર કરવા પર રોક લગાવવામાં આવી છે.
વિપક્ષ મમતાના સમર્થનમાં આવ્યો છે તો, તેમણે પણ ટ્વીટ કરીને તમામ પાર્ટીઓનો આભાર માન્યો છે. ચૂંટણી પરિણામ પહેલા વિપક્ષની એકતા BJPની ચિંતામાં વધારો કરી શકે છે.
ઘણી વખત આવા સંજોગો આવ્યા છે કે, જ્યાં કોઇ એક નેતાનો સાથ વિપક્ષી પાર્ટીઓ નથી આપતી ત્યાં મમતા બેનર્જીના સમર્થનમાં વિપક્ષી પાર્ટીઓ આવતી હંમેશા દેખાય છે.