ETV Bharat / bharat

વિશ્વની ટોપ 300માં ભારતની એક પણ યુનિવર્સિટી નથી, ક્યાં આવી રહી છે અડચણો

ઉચ્ચ શિક્ષણ પર થયેલા 2018-19ના સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે, ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું વિશ્વમાં મોટું નેટવર્ક છે. જેમાં 993 યુનિવર્સિટી, 39931 કોલેજ, 10721 અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સામેલ છે. પ્રવેશની સરેરાશ 18-23 વર્ષના બાળકોમાં 26 ટકા અને 18-22 વર્ષના બાળકો 30 ટકા છે. ભણવા માટે તૈયાર દર એક લાખની વસ્તીએ દેશમાં 28 કોલેજ છે.

author img

By

Published : Dec 26, 2019, 9:07 AM IST

world university ranking
world university ranking

ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટીઝ ઇનસાઇટ લિમિટેડ, પ્રતિ વર્ષ 2010થી વિશ્વ યુનિવર્સિટીઓનું રેન્કિંગ એકઠુ કરે છે, જેમાં વિશ્વની યુનિવર્સિટીઓને સ્થાન આપવામાં આવે છે. આ માટે, અધ્યયન, સંશોધન, પ્રશંસાપત્રો, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ અને ઉદ્યોગ આવકના સ્કેલનો ઉપયોગ થાય છે. વિશ્વવિદ્યાલયના આ ડેટાનો ઉપયોગ સરકારો, યુનિવર્સિટીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા કરવામાં આવે છે.

ધ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2020માં 92 દેશોની 136 યુનિવર્સિટીઓ શામેલ છે. 95.4 પોઇન્ટ સાથે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે. આ પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 94.5 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. અમેરિકાની તમામ સારી સંસ્થાઓ ટોપ 100માં શામેલ છે. યુકેની ઘણી સંસ્થાઓ પણ ટોપ 100માં ટોચ પર છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ, જાપાન, હોંગકોંગ, જર્મની, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વીડન, ફિનલેન્ડ, ચીન, ફ્રાન્સની સંસ્થાઓ પણ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં શામેલ છે. શ્રેષ્ઠ વર્લ્ડ ક્લાસ સંસ્થાઓની યાદીમાં ચીન અને ઓસ્ટ્રેલિયા ઝડપથી આગળ વધી રહ્યા છે.

world university ranking
world university ranking

પરંતુ ભારતની કોઈ પણ સંસ્થા ટોપ 300માં પણ નથી. ઈન્ડિયન ઈસ્ટિટ્યૂટ ઓફ સાઈન્સ 2015થી 250-300 ની રેન્જમાં હતી, પરંતુ 2020માં તે 300-350 કેટેગરીમાં આવી ગઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો, 2012 પછી આ પહેલીવાર છે, જ્યારે ભારતની કોઈ પણ સંસ્થા વિશ્વની ટોચની 300 સંસ્થાઓમાં શામેલ નથી. જ્યારે ચીન, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ જેવા દેશો સતત તેમની રેન્કિંગમાં સુધારો કરી રહ્યા છે, ત્યારે ભારતનું રેન્કિંગ સતત નીચે આવી રહ્યું છે. જો કે ગયા વર્ષે 49 સંસ્થાઓની તુલનામાં આ વર્ષે ભારતની 56 સંસ્થાઓ આ યાદીમાં શામેલ છે. પરંતુ તેમાંથી કોઈ પણ તે ટોચ 200માં સ્થાન મેળવી શકી નથી. એ જાણવું અગત્યનું છે કે, કયા કારણોસર ભારતની કોઈ યુનિવર્સિટી ટોપ 200માં પોતાનું સ્થાન બનાવી શકી નથી.

રેન્કિંગ પદ્ધતિ
આ રેન્કિંગ માટે સખત અને લાંબી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક સંસ્થા માટે પૂર્વે કરેલા ગ્રેડની ક્રમિક તુલના કરવામાં આવે છે. આ તુલના પાંચ ક્ષેત્રમાં 13 માપદંડ પર કરવામાં આવે છે. આ તમામ પરિમાણો પર દરેક સંસ્થાને ગુણ આપીને રેન્કિંગ આપવામાં આવે છે.

યુનિવર્સિટી માટે પાત્રતાના મૂળ નિયમો
મુખ્યત્વે જે પણ યુનિવર્સિટીઓ આ રેન્કિંગમાં શામેલ થવા માંગે છે, તેઓએ અન્ય શરતોની સાથે નીચેના માપદંડોને પૂર્ણ કરવો પડશે.

  • છેલ્લાં પાંચ વર્ષમાં 1000થી વધુ પ્રકાશનો અને કોઈ પણ એક વર્ષમાં 150થી વધુ પ્રકાશનો.
  • અંડરગ્રેજ્યુએટ કક્ષાના અધ્યયન, ફક્ત પી.જી. સંસ્થાઓ આ સૂચિમાં આવતી નથી.
  • કોઈ એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી.
  • કોઈ બે નિર્ણાયક મૂલ્યો શૂન્ય ન હોવા જોઈએ.
  • આમાં શૈક્ષણિક કર્મચારી, આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક કર્મચારી, સંશોધન કર્મચારી, વિદ્યાર્થીઓ, આંતરરાષ્ટ્રીય સ્ટાફ, અંડરગ્રેજ્યુએટ ડિગ્રી, પીએચડી ડિગ્રી, સંસ્થાની આવક, સંશોધન આવક વગેરેનો સમાવેશ થાય છે.

ડેટા સ્રોત
આ કેટેગરીમાં સરખામણી કરવા માટે નીચેના સ્રોતોમાંથી ડેટા એકત્રિત કરવામાં આવે છે.

આપમેળે ડેટા આપવામાં આવે છે: રેન્કિંગ માટે 11 વિષયોથી સંબંધિત ડેટા સંસ્થાઓ ટીએચી પોર્ટલ પર ફાઇલ કરવાની રહેશે.

બાઈબલોમેટ્રિક ડેટા: આ વખતની રેન્કિંગ માટે 2014-2019ની વચ્ચે એલિસવેર સ્કોપ્સ દ્વારા પ્રકાશિત 23,400 થી વધુ લેખનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાઈટેશન ડેટા: સંસ્થા દ્વારા પ્રકાશિત કાર્યની જેમ ઘણી વાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વિદ્વાનો તેના લેખમાં તેનો ઉલ્લેખ કરે છે, તેને સાઈટેશન ડેટા કહેવામાં આવે છે. આ ડેટા કહે છે કે, હાલના સંશોધનનો ઉપયોગ અન્ય લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. વર્તમાન સીઝનમાં, 12.8 મિલિયન લેખોના 77.4 મિલિયન અવતરણો સ્ક્રીનીંગ કરવામાં આવ્યા છે. આમાં, છેલ્લા પાંચ વર્ષમાં, લેખ, સમીક્ષાઓના લેખો, પરિષદો, પુસ્તકોના પ્રકરણો, પ્રકાશિત પુસ્તકો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એફડબ્લ્યુસીઆઈ સ્કોર: એલિસવેર દ્વારા આપવામાં આવેલ વિષય દીઠ અને એકંદર ફિલ્ડ વેઈટ ક્ટેશન ઇફેક્ટ સ્કોરનો ઉપયોગ પણ આ કાર્યમાં થાય છે. આ સ્કોર કિસા સંથાનના લેખો દ્વારા પ્રાપ્ત થયેલા સાઈટેશન એ જ પ્રકારનાં અન્ય પ્રકાશનોની તુલના કેવી રીતે કરે છે તેની તુલના કરે છે.

શૈક્ષણિક પ્રતિષ્ઠા સર્વે: શૈક્ષણિક સર્વે એલિસવેર દ્વારા કરવામાં આવે છે. આ અંતર્ગત સંશોધન માટે 15 સ્થાઓને વિશ્વભરમાંથી નામાંકિત કરવામાં આવે છે. કોઈપણ સંસ્થા દ્વારા પ્રાપ્ત થયેલા ઘણા બધા અભ્યાસ અને સંશોધન દરેક વર્ગમાં તે સંસ્થા માટે વિશ્વભરના વિદ્વાનો અને પ્રતિસાદકારોના સર્વેથી મળેલા પ્રતિસાદને પ્રતિબિંબિત કરે છે. આ સર્વેક્ષણમાં શૈક્ષણિક પ્રતિષ્ઠા ગુણ કોઈપણ સંસ્થા દ્વારા પ્રાપ્ત ઉલ્લેખ દ્વારા નક્કી કરવામાં આવે છે. કોઈપણ યુનિવર્સિટીના કુલ સ્કોરની ગણતરી સર્વે ડેટાને એકઠા કરીને કરવામાં આવે છે.

તેથી કોઈપણ સંસ્થાનો મૂળ ડેટા એકત્રિત ડેટા સાથે આપમેળે ભળી જાય છે. આમાં 10,000 વિદ્વાનોના વાર્ષિક પ્રતિષ્ઠા સર્વે, 13 મિલિયન સંશોધન પ્રકાશનો, આ પ્રકાશનોના 77 મિલિયન અવતરણો શામેલ છે. કેટેગરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરીને તે સ્પષ્ટ છે કે, અભ્યાસ, સંશોધન અને ઉદ્ધરણો સાથે મળીને, કુલ ગુણમાંથી 90 ટકા ગુણ બનાવવામાં આવે છે અને ફક્ત સાઈટેશનનો 30 ટકા ભાગ મળે છે. એટલે કે, તેમની રેન્કિંગમાં સુધારો લાવવા, યુનિવર્સિટીઓએ સંશોધન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

શિક્ષક ચાવીરૂપ ભૂમિકામાં આવે છે
શિક્ષકો એ શિક્ષણ પ્રણાલીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અથવા ફક્ત એટલું જ કહી શકાય કે, કોઈ પણ સંસ્થામાં શિક્ષણનું સ્તર સીધા ત્યાં હાજર શિક્ષકોના સ્તર પર આધારીત છે. શિક્ષકની ગુણવત્તા તેના અનુભવ અથવા વધુ શૈક્ષણિક લાયકાત દ્વારા માપી શકાય છે. શિક્ષકોની ઉપલબ્ધતા વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર દ્વારા માપવામાં આવે છે. આ ગુણોત્તર જેટલું ઉંચુ, તે શિક્ષક પર વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થાય છે, જેનો સીધો ભાર શિક્ષક પર જોઈ શકાય છે. એટલે કે, જો શિક્ષક પર વધુ વિદ્યાર્થીઓનો ભાર છે, તો તે ચોક્કસ છે કે, વિદ્યાર્થીઓ પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવશે નહીં. આ સાથે, શિક્ષકો કે જેના પર વધુ વિદ્યાર્થીઓનો બોજો છે, તેઓ તેમની સંસ્થામાં અભ્યાસક્રમ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.

ભારતમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (જીઈઆર) જે 2014-15માં 24.3 હતો, તે હવે 2018-19માં વધીને 26.3 થયો છે. વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર પણ આ સમયે 22 થી 29 થયો છે. આંતરરાષ્ટ્રીય તુલનામાં, વિદ્યાર્થી-શિક્ષક રેશિયોમાં ભારત ઘણા દેશોથી પાછળ છે. આમાં યુએસએ, ચીન, યુકે, બ્રાઝિલ, કેનેડા, રશિયા, સ્વીડન વગેરે શામેલ છે. વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી-શિક્ષકોનું પ્રમાણ સિંગલ ડિઝિટમાં છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ સારા શિક્ષકોનો ઉંચો અભાવ એ ભારતમાં વિદ્યાર્થી-શિક્ષકનું પ્રમાણ વધવાનું પાછળનું કારણ છે. 2018માં આ વિષય પરની સંસદીય સમિતિના અહેવાલ મુજબ, ભારતમાં યુજીસી હેઠળની શૈક્ષણિક સંસ્થાઓમાં 30 ટકા જગ્યાઓ ખાલી છે. આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દેશની યુનિવર્સિટીઓમાં લગભગ પાંચ લાખ શિક્ષકોની અછત છે. આ ઉણપ પાછળ ઘણા કારણો છે. આમાં સરકારી નિમણૂંક કરવામાં સરકારી તંત્રની લાપરવાહી, વધુ સારા શિક્ષકોનો અભાવ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભંડોળનો અભાવ, ખાનગી સંસ્થાઓ દ્વારા આ ક્ષેત્રમાં ખર્ચ કરવામાં ખોટનો સમાવેશ થાય છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં, આ પરિસ્થિતિ સતત કથળી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓની નોંધણી વધી રહી છે, પરંતુ શિક્ષકોની નિમણૂંક તેના પ્રમાણમાં વધતી નથી.

તો વળી ગ્રામીણ વિસ્તારોમાં સારા શિક્ષકોની નિમણૂંક વધુ મુશ્કેલ છે. આ વિસ્તારોમાં સંસાધનોનો અભાવ અને ગ્રામીણ વિસ્તારોમાં ઉમેદવારોની અનિચ્છાએ આ પાછળના મુખ્ય કારણો છે. શિક્ષકોની આ અછતને પહોંચી વળવા એડહોક શિક્ષકો મોટા પાયે લેવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી પડેલી શિક્ષકોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં ભારત સરકારે સરકારની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વહેલી તકે તેમની ખાલી જગ્યાઓ પર નિમણૂંકો કરવાનો આદેશ આપ્યો છે. આની પાછળ સરકારના અનેક લક્ષ્યો છે, પરંતુ તેમાંના સૌથી અગ્રણી વિશ્વની સ્પર્ધા માટે દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તૈયાર કરવાનું છે.

અનુસંધાન
આ રેન્કિંગમાં મુખ્યત્વે યુનિવર્સિટી કક્ષાએ સંશોધન પર મૂકવામાં આવતા ભારને પ્રતિબિંબિત કરે છે. તેમના સંશોધનમાં ગુણવત્તાનો અભાવ એ ભારતની કોઈપણ શૈક્ષણિક સંસ્થા આ સૂચિમાં ટોચની 100-200માં ન હોવા પાછળનું કારણ છે. સંશોધનની ગુણવત્તા, અનુક્રમણિકા અને ઇમ્પેક્ટ સ્કોર દ્વારા માપવામાં આવે છે. જો કોઈ સંસ્થા પોતાના માટે સારી રેન્કિંગની ઇચ્છા રાખે છે, તો તે મહત્વનું છે કે, ત્યાં સારા શિક્ષકો હોવા જોઈએ. જે ઉત્તમ સંશોધન કરવામાં મદદરૂપ સાબિત થાય.

ભારતમાં વધુ સંશોધન અને તકનીકી સંસ્થાઓ છે. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ખાનગી અને સહાયિત સંસ્થાઓનો સમાવેશ થાય છે. પરંતુ સંશોધન ગુણવત્તાના સૂચકાંક પર, ભારત 5 માંથી 0.42 જ સ્કોર કરવામાં સક્ષમ છે. તો વળી અમેરિકા અને ચીનનો સ્કોર 3.88 અને 2.38 છે. ભારતમાં સંશોધન માટે બહુ ઓછું રોકાણ છે. 2018માં દેશના જીડીપીના 0.69 ટકા હતો. તે યુએસએમાં 2.8 ટકા, ચીનમાં 2.1 ટકા, ઇઝરાઇલમાં 4.3 ટકા, અને દક્ષિણ કોરિયામાં 4.2 ટકા છે. ભારતમાં સંશોધન ક્ષેત્રે રોકાણ 2008માં જીડીપીના 0.84 ટકા ​​હતું, જે 2018 સુધીમાં 0.69 ટકા પર આવી ગયું છે. ભારતમાં પ્રત્યેક લાખ વસ્તી માટે 15 સંશોધનકારો છે, જ્યારે તેમની સંખ્યા ચીનમાં 111, યુએસએમાં 423 અને ઇઝરાઇલમાં 825 છે. આ કારણોને લીધે, ભારત ન તો મોટી સંખ્યામાં પેટન્ટ મેળવી શક્યું, ન તો સારા પ્રકાશનો મળી શકશે. વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સંસ્થાના એક અહેવાલ મુજબ, 2017 માં ભારતે 46,582 પેટન્ટ્સ માટે અરજી કરી હતી, જ્યારે ચીને 13,81,584 અને યુ.એસ.એ 6,06,956 અરજી કરી હતી. તેમ છતાં, પ્રકાશનોની દ્રષ્ટિએ ભારત પાંચમા ક્રમે છે, પરંતુ સાઈટેશન ઈમ્પેક્ટના મામલે ભારત 11માં ક્રમે છે. ભારત પાસે વિશ્વના ટોચના 10 જર્નલોમાં ફક્ત 15.8 ટકા છે, જેમાં યુકેના 37.3 ટકા, યુએસના 36.2 ટકા, જર્મનીના 33.4 ટકા, ચીનનો 27.6 ટકા સમાવેશ થાય છે. જે ભારતમાં ઓછી ગુણવત્તાવાળા પ્રકાશનો સૂચવે છે.

જો તમે તેઓના બંધારણમાં પરફોર્મન્સ સૂચક તરફ નજર નાખો, તો તે સંસ્થા જે અધ્યયન અને સંશોધનમાં સારો સ્કોર કરે છે, તે વિશ્વના અધ્યયન અને સંશોધન માટેની વધુ સારી સંસ્થાઓ ગણાશે. સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સંશોધનની તીવ્રતા અને વિશ્વમાં તેની લોકપ્રિયતા પર પણ આધારિત છે. ઉદ્યોગો પાસેથી સંસ્થાઓએ ભંડોળ પૂરું પાડવું એ પણ નિર્ભર કરે છે કે, સંસ્થા ઉદ્યોગોને ટેકો આપવા માટે કેટલું સંશોધન કરે છે.

ઉચ્ચ શિક્ષણમાં સારી ગુણવત્તા અને સફળતા માટે, માનવ સંસાધન મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ માટેની કાર્ય યોજના તૈયાર કરવા માટે દસ ટીમોની રચના કરી છે. જેમણે પોતાનો અહેવાલ મંત્રાલયને સુપરત કર્યો છે. જેમાં ઉચ્ચ શિક્ષણના સ્તરને વધારવાનાં પગલાં અને તે પૂર્ણ કરવા માટે ખર્ચ, સમય અને નિરીક્ષણ સિસ્ટમ શામેલ છે. આ અહેવાલોને 2019-2024 વચ્ચે અમલમાં મુકાયેલી પાંચ વર્ષીય એક્શન પ્લાનમાં શામેલ કરવામાં આવ્યા છે. આ કાર્ય યોજનાનું શીર્ષક છે, 'શિક્ષણ ગુણવત્તા સુધારણા અને સમાવિષ્ટ કાર્યક્રમ'.

ભારત સમક્ષ પડકાર એ છે કે, તેની ભૌગોલિક વિવિધતાનો લાભ લેવો જોઈએ. દેશમાં તમામને શિક્ષણ પુરુ પાડવાની સાથે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ શિક્ષણને વિશ્વસ્તરીય બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર છે. સરકારે એવી સંસ્થાઓની રચનાની ખાતરી પણ આપવી પડશે કે, જેમના ધોરણો દેશભરની સંસ્થાઓ માટે કાર્યરત હોય.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/all-india-survey-on-higher-education/na20191224000541378

विशेष लेख : हमारे कॉलेज, विश्वविद्यालयों को क्या कर रहा है परेशान?

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.