ETV Bharat / bharat

અખિલેશે મજૂરો મામલે યોગી સરકારને આડે હાથ લીધી, જાણો શું કહ્યું? - latest news of Akhilesh Yadav

મજૂરોને લઈ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાને ભાજપની સત્તા ધરાવતી યોગી સરકાર પર અનેક સવાલો ઉભા કર્યાં છે.

Akhilesh yadav, Etv Bharat
Akhilesh yadav
author img

By

Published : May 18, 2020, 12:10 AM IST

લખનઉઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, સંકટ સમયે ભાજપે જે રીતે મજૂરો અને તેમના પરિવારોને તેમના નસીબ પર છોડી દીધા હતાં, તે આ કૃત્ય માનવતા વિરોધી છે. મજૂરો તેમના પરિવારોની મહિલાઓ અને નિર્દોષ બાળકો સાથે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તે ભાજપ સરકારના માનવતા વિરોધી વલણનો પુરાવો છે.

Etv
અખિલેશે મજુરો મામલે યોગી સરકારને લીધી આડે હાથ

અખિલેશે ભાજપ પર લગાવ્યો આરોપ

પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે કહ્યું કે, ટ્રકોમાં લાચાર કામદારો ભરાયા છે. મુખ્યપ્રધાનની સૂચનાથી પોલીસને અન્યાય કરવાની, માર મારવાની પરમિશન મળી ગઈ છે. તેમણે યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યો છે કે, જો સરકાર ટ્રકો બંધ કરી રહી છે તો સરકારે શા માટે 10 હજારથી વધુ રોડવે બસોથી મજૂરોને સલામત અને સન્માનથી પહોંચવામાં મોડું કર્યું?

શું શ્રમિકોને રોડ પર રોકી રાખવાં માનવતા છે?

અખિલેશે વધુમાં કહ્યું કે, ઝાંસીમાં યુપી-એમપી સરહદ પર 10 કિ.મી.ના જામમાં મજૂરોના વાહનો અટવાયા છે. કામદારો બસોમાં બેસવા તૈયાર નથી. શું હજારો મજૂરોને રસ્તા પર રાખવા એ માનવીય છે? આ સાથે મજુરો સાથે અનેક બનાવો બની રહ્યાં છે. કોઈક માતાએ જન્મેલા બાળકને ગુમાવવો પડ્યો છે, તે કોઈ બાળકો અનાથ થઈ ગયા છે.

એરૈયા અકસ્માતમાં મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાં જોઈએ

એરૈયા દુર્ઘટના મદ્દે અખિલેશે કહ્યું કે, ભાજપની યોગી સરકારે આ મૃતકોને 10-10 લાખ રૂપિયાની સહાય કરવી જોઈએ. જ્યારે કે સરકારે દ્વારા 1 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.