રાયપુર: કોંગ્રેસ નેતા અજીત જોગીને ગત રાત્રે ફરી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદથી તેમની હાલત ખૂબ જ નાજુક છે. તેમને નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટને કારણે તેના હાર્ટ રેટ અને પલ્સ રેટ અનિયમિત થઈ ગયા છે. અત્યારે અજીત જોગીની હાલત ખૂબ જ નાજુક છે.
9 મેના રોજ અજીત જોગીને કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હદયનો હુમલો આવ્યો હતો. ત્યારથી તે હોસ્પિટલમાં દાખલ છે. તેના શરીરમાં હલચલન નથી થઇ રહી તે પછી, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન, તેમને ફરી એક વાર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો છે. ડોક્ટર્સ તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.