કોણ છે આ અજય રાય
અજય રાય પહેલા ભાજપમાં જ હતા, તેઓ 5 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2009માં વારાણસીથી તેમની જગ્યાએ મુરલી મનોહર જોશીને ટિકીટ આપવામાં આવી હતી. જેને લઈ તેઓ ભાજપ છોડી સપામાં જતા રહ્યા હતાં. સપામાંથી ચૂંટણી લડ્યા બાદ તેઓ ત્રીજા નંબરે આવ્યા હતાં. બાદમાં અજય રાય સપા છોડી અપક્ષમાંથી ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય બન્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા.
2014માં અજય રાય વારાણસીથી વડાપ્રધાન મોદીની સામે ચૂંટણી લડ્યા અને હારી ગયા.વારાણસી સીટ પર વડાપ્રધાન મોદી પર પહેલા નંબરે રહ્યા હતા જ્યારે અરવિંદ કેજરીવાલ બીજા નંબરે રહ્યા હતા તથા ત્રીજા નંબરે અજય રાય રહ્યા હતાં.વડાપ્રધાન મોદીને 5.81 લાખ, કેજરીવાલને 2.9 લાખ તથા અજય રાયને 76 હજાર મત મળ્યા હતાં.
વારાણસી સીટ પરથી આ વખતે ભાજપમાંથી વડાપ્રધાન મોદી, કોંગ્રેસમાંથી અજય રાય, ગઠબંધન ઉમેદવાર શાલિની યાદવ ટક્કરમાં હશે.
આપને જણાવી દઈએ કે, વારાણસી સીટ પર આગામી 19 મે એટલે કે સાતમાં તબક્કામાં મતદાન થશે. જેનું પરિણામ 23 મેના રોજ આવશે.