સરકાર દ્વારા ઔપચારિક રીતે જાહેર કરાયા મુજબ ભલ્લા અસમ મેઘાલય કૈડરના 1984ની બેચના IAS અધિકારી છે. તેઓ તાત્કાલિક ધોરણે ગૃહ વિભાગમાં પોતાની સેવા પૂરી પાડશે. ગૌબાની વયનિવૃતિ સુધી ગૃહ વિભાગમાં તેઓ ઓએસડી તરીકે ફરજ બજાવશે.
કેન્દ્રીય ગૃહસચિવના રૂપે ભલ્લાનો કાર્યકાળ આગામી 2 વર્ષ સુધીનો રહેશે.
સરકારે 1985ની બેચના ગુજરાત કૈડરના IAS અધિકારી અતનુ ચક્રવર્તીને આર્થિક બાબતોના વિભાગના નવા સચિવ બનાવાયા છે. તેઓ એસ. સી. ગર્ગની જગ્યા લેશે. ગર્ગ નવા ઉર્જા સચિવ બનશે.
જ્યારે શ્રીમતી અનુરાધા મિત્રાને સૂચના અને પ્રસારણ વિભાગમાં સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે અનિલ કુમાર ખાચીેન ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક ડિપાર્ટમેન્ટમાં નિમણૂંક આપવામાં આવી છે.