અજય દેવગન આગામી ફિલ્મ 'ભુજ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં જોવા મળશે. વર્ષ 1971માં થયેલા ભારત-પાક. યુદ્ધની કહાની પર આધારિત આ ફિલ્મમાં તેઓ સ્ક્રાડ્રન લીડર વિજય કાર્ણિકનું પાત્ર નિભાવતા જોવા મળશે. વિજય વર્ષ 1971માં ભુજ એરપોર્ટના ઈન્ચાર્જ હતા.
અજયે પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા ફિલ્મની જાણકારી આપી છે. તેઓએ લખ્યું છે કે, વર્ષ 1971. સ્ક્રાડ્રન લીડર વિજય કાર્ણિક અને ટીમ. 300 બહાદુર મહિલાઓ. એક બેકાર ભારતીય વાયુ સેના હવાઈ પટ્ટીનું પુન:નિર્માણ. ભુજ-ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા.
ગિન્ની ખનૂજા, વજીર સિંહ, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને અભિષેક દુધૈયા દ્વારા નિર્મિત ભુજ-ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયાનું નિર્દેશન અભિષેક દુધૈયા કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં તો અજય આગામી ફિલ્મ 'દે દે પ્યાર દે' અને 'તાનાજી ધી અનસંગ વોરિયર'ની શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ તેઓ ફૂટબોલ કોચ સૈય્યદ અબ્દુલ રહીમની બાયોપિકનું શુટિંગ કરશે. અનુમાન આધારિત, આ દરમિયાન અજય ફિલ્મ 'ભુજ-ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા'નું પણ શૂટિંગ કરશે.
આ સાથે જ અજયને એક મોટા પ્રોજેક્ટ બાહુબલી ડાયરેક્ટર રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'માં સામેલ કરવાની જાણકારી પણ સામે આવી છે.