ETV Bharat / bharat

લાલુ યાદવ પરિવારનો 'ઘરકંકાસ' ચરમસીમાએ, રાબડી દેવી પર પુત્રવધૂએ મુક્યા હિંસાના આરોપ

પટના: બિહાર લાલુ યાદવના પરિવારમાં ફરી એકવાર 'ફેમિલી ડ્રામા' શરૂ થયો છે. પુત્રવધૂ ઐશ્વર્યાએ સાસુ રાબડી દેવી પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. ઐશ્વર્યાએ આરોપ લગાવતા કહ્યું કે, રાબડી દેવીએ તેના વાળ ખેંચીને તેને માર માર્યા બાદ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. તેનો મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યો હતો, જેમાં છૂટાછેડાને લગતા ઘણાં પુરાવાઓ છે. આ તરફ ફેમિલી ડ્રામા બાદ ઐશ્વર્યા સાસુ રાબડી દેવીનું ઘર છોડી તેના પિતાને ઘરે જતી રહી.

Patna
પિતા સાથે ઘરે જતી રહી ઐશ્વર્યા
author img

By

Published : Dec 16, 2019, 7:05 AM IST

  • મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો

ઐશ્વર્યાએ રાબડી દેવી અને તેની મહિલા સુરક્ષાકર્મી પર પોતાની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેની પુછપરછ બાદ પોલીસે મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

  • 'લાલુ યાદવ મુર્દાબાદ'ના સૂત્રોચ્ચાર કર્યા

ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાય અને માતા પૂર્ણિમા રાયે તેને પોતાની સાથે તેમના ઘરે લઈ ગયા હતા. જે સમયે ઐશ્વર્યા પોતાની ગાડીમાં જઈ રહી હતી એ ચંદ્રિકા રાયના સમર્થકોએ 'રાબડી દેવી મુર્દાબાદ' અને 'લાલુ યાદવ મુર્દાબાદ'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં ચંદ્રિકા રાયે તેના સમર્થકોને સમજાવીને તેમને રાબડી દેવીના ઘરની બહાર જવા કહ્યું હતું.

  • RJD વિદ્યાર્થી કાર્યકર્તાઓએ કર્યો હોબાળો

ઐશ્વર્યા અને ચંદ્રિકા રાયના આક્ષપ બાદ રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચેલા RJD વિદ્યાર્થી કાર્યકર્તાઓએ ઐશ્વર્યા અને તેના પિતા ચંદ્રીકા રાય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે, આ નાટક બંધ કરો. બાદમાં RJD વિદ્યાર્થી કાર્યકર્તાઓએ લાલુ-રાબડી અને તેજસ્વી જિંદાબાદના નારા લગાવ્યા અને ત્યાંથી જતા રહ્યા.

  • ધરપકડની માગ કરી

પિતા ચંદ્રિકા રાયની હાજરીમાં ઐશ્વર્યાએ કહ્યું કે, મારા ફોનમાં છૂટાછેડા સંબંધિત પુરાવાઓ છે. તેઓએ મારો ફોન છીનવી લીધો છે. તો ચંદ્રિકા રાયે જણાવ્યું કે, તેમની પુત્રી ઐશ્વર્યાના પગમાં ઈજા પહોંચી છે. આ દરમિયાન તેમણે રાબડી દેવી પર પારિવારીક હિંસાનો આરોપ લગાવીને તેની ધરપકડની માગણી કરી છે.

પોતાની પુત્રી પર અત્યાચાર થયાનો આરોપ લગાવીને ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાય ગુસ્સે થયા હતાં. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાબડી દેવી બિહારના સીએમ રહી ચૂક્યા છે. તેઓ આ પ્રકારનો અમાનવીય વ્યવહાર કેવી રીતે કરી શકે. તેમણે સમાજમાં રહેવાની જરૂર નથી. તેઓને જેલમાં જવું જોઈએ. હું રાબડી દેવી અને તેની મહિલા સુરક્ષાકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ. મારી પુત્રીને ન્યાય અપાવવા હું રાજકારણથી લઈને દરેક પ્રકારે સંઘર્ષ કરીશ.

  • પરિવારનો ઝઘડો લઈ તેજસ્વી પિતાને મળવા જેલમાં પહોંચ્યા

આ દરમિયાન રવિવારે અચાનક જ લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ વિશેષ પરવાનગી લઈને રિમ્સમાં સારવાર લઈ રહેલા તેના પિતા લાલુ પ્રસાદ યાદવને મળવા પહોંચ્યા હતા. મુલાકાત બાદ તેમણે ભારતીય જનતા પાર્ટી સહિત બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.

આ સમય દરમિયાન તેજસ્વી યાદવે મીડિયાના પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા. ઉપરાંત ઐશ્વર્યા અને તેજ પ્રતાપે અંગે જણાવ્યું કે, આ બે વ્યક્તિઓ વચ્ચેની વાત છે, બે પરિવારની વાત નથી. જે કોર્ટમાં વિચારણા હેઠળ છે. તેજસ્વી યાદવે કહ્યું કે, તે બંધારણની વિરુદ્ધ નથી અને તેમનો પરિવાર પણ નથી. તેથી લોકોએ બે પરિવારને લઈને રાજકારણ ન કરવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.