AISAના દિલ્હી પ્રદેશ પ્રમુખ કંવલપ્રીત કૌરે કહ્યું કે, દેશમાં રોજગાર નથી, તેવા સમયે સરકાર તેની સામે નક્કર પગલાં લેવાને બદલે કૉર્પોરેટરના ટેક્સમાં કાપ મૂકી રહી છે. આ પ્રકારનો નિર્ણય સામાન્ય લોકોના હિતમાં ન હોય, તેના વિરોધમાં હવે દિલ્હી વિશ્વવિદ્યાલય, જવાહરલાલ નહેરું યુનિવર્સીટી, આંબેડકર યુનિવર્સીટી, જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને દેશના બેરોજગારો મોટી સંખ્યામાં એકત્રિત થશે. તેઓ અર્થશાસ્ત્રનું પુસ્તક દેશના નાણાંપ્રધાનને આપવા પહોંચશે.
ઓલ ઈન્ડિયા સ્ટૂડેન્ટ ઍસોસીએસનના પ્રમુખે આર્થિક મંદી અંગે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, સમગ્ર દેશ આર્થિક મંદી સામે ઝઝુમી રહ્યો છે. દેશમાં 8 ટકા બેરોજગારી છે, ત્યારે સરકાર ઉદ્યોગપતિઓને ટેક્સમાં છૂટ આપી રહી છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર ઉદ્યોગપતિઓને જ મંદીમાંથી રાહત આપવા માંગે છે. બેરોજગાર યુવાનો રસ્તા પર નોકરી શોધી રહ્યાં છે, પરંતુ સરકારને ઉદ્યોગપતિઓની જ મુશ્કેલી દૂર કરવામાં રસ છે. નાણાંપ્રધાનને જાણે આર્થિક મંદી સાથે કોઈ સંબંધ જ ન હોય તેવો વર્તાવ કરી રહ્યાં છે. તેમને આર્થિક મંદી કેમ દૂર કરવી તે અંગે જ્ઞાન નથી. તેઓ અર્થશાસ્ત્રથી અજાણ હોવાથી તેમને શુક્રવારે અર્થશાસ્ત્રનું પુસ્તક આપવા જઈશું.