નવી દિલ્હી : કોરોના વાઇરસના પગલે દેશમાં લાદેલા લોકડાઉનના પગલે ભારતીય લોકો વિદેશમાં ફસાયા છે. જેના પગલે સરકાર તેને લઇ આવવા માટે વંદે ભારત મિશન ચલાવી રહી છે. આ તકે એરઇન્ડિયા ફ્લાઇટ આ તમામ મિશનમાં કામ કરી રહી છે.
મહત્વની વાત એ છે કે, એરઇન્ડિયાની ફ્લાઇટ્સ મોટા શહેરોમાં જ આવી રહી છે. તેવામાં વિદેશથી આવેલા કેટલાક લોકોને રાજ્યો ઉપરાંત તેના સ્થાન સુધી પહોંચાડવા માટે બીજા ટ્રાન્સપોર્ટેશનનો સહારો લેવો પડતો હોય છે. તેવા તમામ લોકો માટે વંદે ભારત મિશનના બીજા તબક્કામાં ડોમેસ્ટીક ફ્લાઇટ શરૂ કરવાનો પ્લાન છે. વંદે ભારત મિશનનો બીજો તબક્કો 16 મેથી શરૂ થશે.
જો ડોમેસ્ટીક ફ્લાઇટની વાત કરવામાં આવે તો તે એક મર્યાદીત રૂટ પર જ શરૂ થશે. જેવા કે અમદાવાદ, કોલકાત્તા, લખનૌ, દિલ્હી, મુંબઇ, જયપુર, બેંગલુરૂ, હૈદરાબાદ, અમૃતસર, કોચ્ચી પર શરૂ થઇ શકે છે. વંદે ભારત મિશનનો બીજો તબક્કો 7 દિવસ એટલે કે 22 મે સુધી ચાલશે. તે દરમિયાનમાં 31 દેશથી149 ફ્લાઇટ આવશે.