આ કેસ કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ દ્વારા નોંધવામાં આવ્યો છે. બ્રહ્મભટ્ટે દલીલ કરી છે કે, કોંગ્રેસ અધ્યક્ષે રેલી દરમિયાન અમિત શાહને 'હત્યાના આરોપી' કહ્યા હતા. જે માનહાનિકારક તો હતું જ સાથે સાથે ખોટું પણ હતું કારણ કે, અમિત શાહને CBI અદાલતે કથિત રીતે નકલી સોહરાબુદ્દીન કેસ મામલે જાન્યુઆરી 2015 માં સમ્માન સાથે મુક્ત કર્યા હતા.
બ્રહ્મભટ્ટ શહેરના ખાડિયા વોર્ડમાંથી બીજેપીના કાઉન્સિલર છે. સમન્સ જાહેર કરતા દંડાધિકારી ડી.એસ. ડાભીએ 9 જુલાઇના રોજ સુનાવણીની આગામી તારીખે નક્કી કરી.
બ્રહ્મભટ્ટના વકીલે ટિપ્પણી કરતા કહ્યું કે, રાહુલ ગાંધી મધ્યપ્રદેશના જબલપુરમાં આ ટીપ્પણી કરી છે પરંતુ અમદાવાદની અદાલત આમાં ન્યાય કરી શકે છે, કારણ કે આ ભાષણનું પ્રસારણ રાષ્ટ્રીય ભાષણ તરીકે પ્રસારણ કરવામાં આવ્યું હતું અને શહેરના સમાચારપત્રોએ તેનો અહેવાલ આપ્યો હતો.