રાજ્ય સાક્ષરતા અભિયાન હેઠળ તેમણે ચોથા ધોરણની પરીક્ષામાં હિસ્સો લીધો હતો. આ પરીક્ષા આપી ભણવાનું સપનું પુરુ કર્યું છે. તેમના કહેવા પ્રમાણે તેઓ બાળપણથી જ અભ્યાસ કરવાની મહેચ્છા ધરાવતા હતા, પરંતુ નાના હતા ત્યારે જ તેમની માતા મૃત્યું પામતા ભાઈ-બહેનની સાર-સંભાળ રાખવાની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. જેથી તેમણે પોતાની ભણવાની ઈચ્છા દબાવી ભણવાનું છોડવું પડયું હતું.
ઘરની જવાબદારી પુરી કરી, જ્યારે તેમણે ગૃહસ્થ જીવનની શરૂઆત કરી ત્યાર પછી દુઃખ ભારણ ઓછુ થવાને બદલે વધારો થયો. ભગીરથી આમ્મા 30 વર્ષની નાની ઉંમરે તેમને વિધવા થયા, તેમનાં પતિનું અવસાન થયા બાદ તેમના 6 બાળકોના ભરણ-પોષણની જવાબદારી તેમના પર આવી પડી હતી. ઘર-પરિવારની જવાબદારીનાં કારણે તેમને વિદ્યાભ્યાસની ઈચ્છાને દબાવી રાખવી પડી. જીવનનાં આ ચઢાવ-ઉતારમાં પણ તેમણે પોતાની વિદ્યાભ્યાસની ઈચ્છા અંતરમનમાં હમેશા અકબંધ રાખી હતી. તેમની આ ઈચ્છા 105 વર્ષેની વયે કોલ્લમ ખાતે ઘરે બેઠા પરોક્ષ રીતે વિદ્યાભ્યાસ શરૂ કર્યો, અને તેમણે 4થા ધોરણ સમકક્ષ પરીક્ષા પણ આપી. પોતાના સપનાને દિલમાં હમેશા જીવંત રાખી, અને 105 વર્ષની ઉંમરે આ સપનું પુરૂ કર્યુ હતું. વર્તમાન સમયમાં અભ્યાસથી કંટાળી શાળા-કોલેજ ડ્રોપ કરતા વિદ્યાર્થીઓ માટે તેમને પોતાના જીવન થકી પ્રરણા આપી છે.
તેમને લખવામાં તકલીફ પડી રહી હતી, જેથી તેમના નાની દિકરીની મદદથી 3 દિવસમાં પર્યાવરણ, ગણિત અને મલયાલમના 3 ત્રણ પેપર લખ્યા હતા. કેરળ સાક્ષરતા અભિયાન અંતર્ગત અત્યાર સુધીના ઈતિહાસમાં સમકક્ષ શિક્ષણ મેળવનારા સૌથી વધુ ઉંમરની વ્યક્તિ બની ગયા છે. નવ વર્ષની ઉંમરે ત્રીજા ધોરણ બાદ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. જેથી 94 વર્ષ બાદ તેમણે ફરી અભ્યાસ શરૂ કર્યો હતો. જો કે હાલ તેમની પાસે આધાર કાર્ડ નથી, જેથી તેમને વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શનના લાભોથી વંચિત છે. જેથી તેમને અધિકારીઓને આ બાબતે મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે.