નવી દિલ્હી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે તેમની કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 80 કરોડ ગરીબ લોકો માટે મફત રાશન યોજનાને પાંચ મહિના માટે વધારી દેતા તેમણ પ્રધાનો સાથે બેઠક યોજી હતી. શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય પ્રધાનોમાં નિર્મલા સીતારમણ, નરેન્દ્રસિંહ તોમર, રામ વિલાસ પાસવાન અને પિયુષ ગોયલ સામેલ હતા.
વડાપ્રધાનના રાષ્ટ્ર જાગ સંબોધન બાદ ગૃહપ્રધાન અમિત શાહે એક બેઠક બોલાવી હતી. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને (PMGKAY) નવેમ્બર સુધી લંબાવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લાભાર્થી પરિવારના દરેક સભ્યોને દર મહિને એક કિલો ગ્રામ ચણા તેમજ પાંચ કિલો મફત ચોખા અથવા ઘઉં આપવામાં આવશે.
નવેમ્બર સુધી આ યોજનાને લંબાવ્યા બાદ પ્રધાનો સાથે બેઠકમાં તેના સંચાલન અને અમલીકરણ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાંચ મહિનાના આ સમયગાળા દરમિયાન, 80 કરોડથી વધુ લોકોને અનાજ આપવામાં આવશે. આ યોજના પાછળ અત્યાર સુધીમાં 1.5 લાખ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે," 'ગરીબ કલ્યાણ અન્ન યોજના'નું વિસ્તરણ મોદીજીની કરોડો ગરીબ પ્રત્યેની સંવેદનશીલતા અને તેમના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કોરોના મહામારી દરમિયાન ભારત જેવા દેશમાં કોઈ ભૂખ્યો ન રહ્યો તેથી તેનો શ્રેય મોદીજીની સફળ યોજનાના અમલીકરણને જાય છે."