ભુવનેશ્વરઃ આજે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. જોકે 2500 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ભગવાન નિજ મંદિરની બહાર નીકળ્યા છે અને ભક્તો તેમના ઘરમાં છે. કોરોનાની મહામારીને કારણે લોકોને રથયાત્રામાં નહીં જોડાવા અને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા દિશાનિર્દેશ
- રથયાત્રા દરમિયાન પુરી શહેરમાં રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ બંધ રહેશે
- રાજ્ય સરકાર શહેરમાં કર્ફયુ લગાવશે.
- કર્ફયૂ દરમિયાન કોઈપણને તેમના ઘર બહાર આવવાની પરવાનગી નથી.
- રથ ખેચવામાં 500થી વધુ લોકો સામેલ થઈ શકશે નહી.
- 500 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
- બંને રથ વચ્ચે એક કલાકનો સમય રાખવામાં આવશે.
- રથ ખેંચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરુરી રહેશે.
- ભગવાન જગ્ગનાથની રથ યાત્રાની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. કોર્ટના આદેશ મુજબ 500થી વધુ લોકોને રથ ખેચવાની પરવાનગી નથી.
- ઓડિશામાં રથયાત્રા શરુ થઈ ચૂકી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે.
- કોરોના મહામારીને ધ્યાને રાખી રસ્તાઓને સેનિટાઈઝર કરાયા છે.
- મંદિરને ફુલોથી શણગારવામાં આવી રહ્યું છે. જે લોકોને યાત્રામાં સામેલ થવાની પરવાનગી મળી છે તે લોકો જ મંદિરે આવી રહ્યા છે.
- ઓડિશાના મશહુર રેત કલાકાર સુદર્શન પટનાયકે રેતથી કલાકૃતિ બનાવી
- યાત્રા શરુ થયા પહેલા ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્ર રથ પર સવાર થઈ રહ્યા છે.ઓડિશાના મશહુર રેત કલાકાર સુદર્શન પટનાયકે રેતથી કલાકૃતિ બનાવીમંદિર બહાર આવ્યા ભગવાન જગન્નાથ