ETV Bharat / bharat

60 મીલિયન લોકો ગરીબી તરફ ધકેલાઈ શકે છે, માટે વ્યાપક નીતિઓ અપનાવવી જરૂરી : વિશ્વ બેંક - કોરોના વાઇરસ મહામારી અને આર્થિક નુકસાન

વિશ્વ બેંકના જૂથ પ્રેસીડેન્ટ ડેવિડ માલપાલે Covid-19ની આર્થિક અસરને પહોંચી વળવા માટે દુનિયાના દેશોને વ્યાપક આર્થિક નીતિઓ અપનાવવાની અપીલ કરી છે તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે આશરે 60 મીલિયન લોકો આ વર્ષે ગરીબી તરફ ધકેલાઈ શકે છે.

ETV BHARAT
60 મીલિયન લોકો ગરીબી તરફ ધકેલાઈ શકે છે, માટે વ્યાપક નીતિઓ અપનાવવી જરૂરી : વિશ્વ બેંક
author img

By

Published : Jun 7, 2020, 1:00 AM IST

વોશિંગ્ટન (USA): વિશ્વભરમાં 60 મીલિયન લોકો ગરીબી તરફ ધકેલાઈ શકે છે તેવી ચેતવણી આપતા વિશ્વ બેંકે મંગળવારે વિશ્વના દેશોને અપીલ કરી છે કે, મહામારીની સ્થીતિને જોતા વિશ્વભરમાં જાહેર સેવાઓને ધ્યાનમાં રાખતા અને આરોગ્યને લગતી કટોકટીને પહોંચી વળવા માટે આર્થિક વૃદ્ધીદરમાં લાંબા ગાળાનો ફાયદો થઈ શકે તે માટે વ્યાપક નીતિઓ અપનાવવી જોઈએ.

વર્લ્ડ બેંક જૂથના પ્રેસીડન્ટ ડેવિડ માલપાસે જણાવ્યું હતુ કે, જે રીતે Covid-19 મહામારી અને તેના કારણે થયેલી આર્થિક નૂકસાની દુનિયાભરના ગરીબો માટે વિનાશકારી સાબીત થઈ છે તે અભૂતપૂર્વ છે.

વિશ્વ બેંકના ગ્લોબલ ઇકોનોમીક પ્રોસ્પેક્ટ રીપોર્ટમાં રજૂ કરવામાં આવેલા કેટલાક વિવરણાત્મક પ્રકરણોનો સંદર્ભ આપતા મલપાસે કોન્ફરન્સ કોલ દરમીયાન પત્રકારોને જણાવ્યુ હતુ કે, “હાલમાં સામે આવી રહેલા આંકડાઓ પરથી કહી શકાય કે વર્ષ 2020માં 60 મીલિયન લોકો અત્યંત ગરીબી તરફ ધકેલાઈ શકે છે. અર્થવ્યવસ્થાઓ ફરી એક વાર પૂર્વવત થવા સાથે આ આંકડામાં વધારો પણ થઈ શકે છે.”

કોરોના વાઇરસ મહામારી અને આર્થિક નુકસાન વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ખાસ કરીને ગરીબ દેશો માટે વિનાશકારી સાબીત થઈ રહ્યા છે એ વાતને નોંધતા આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે વિકાસશીલ દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયોએ આરોગ્યની કટોકટી પસાર થયા બાદ તેની અસરોને પહોંચી વળવા માટે અને વિકાસની ગતીની પુન:પ્રાપ્તિ માટે પગલા લેવા જોઈએ.

માલપાસે જણાવ્યુ હતુ કે, “આજે કરવામાં આવેલી અલગ અલગ પોલીસીની પસંદગી આગામી સમયમાં રોકાણકારોને આમંત્રીત કરશે અને આર્થિક પારદર્શીતામાં વધારો કરશે, ડિજીટલ કનેક્ટીવીટીમાં વધારો કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત ગરીબો માટે રોકડની સલામતી વધશે તેમજ આર્થિક નુકસાન મર્યાદીત થશે અને વિકાસની પુન:પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થશે.”

તેમણે જણાવ્યું હતુ કે, “મહામારી બાદ વિકાસની પુન:પ્રાપ્તિમાં સામે આવતા પડકારોમાં ઉત્પાદક માળખા માટેનું ધીરાણ તૈયાર કરવુ એ એક મુખ્ય પડકાર છે. આ પડકારને પહોંચી વળવા માટે આપણે નાદારીના નીરાકરણ માટેના રસ્તા શોધવાની જરૂર છે તેમજ વિકાસની ગતીને ધીમું પાડનારી ખર્ચાળ સબસીડી, મોનોપોલી અને રાજ્યની માલીકીના સાહસોમાં સુધારો કરવાની જરૂર છે.”

વિશ્વ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, લાંબા ગાળાની આર્થિક વૃદ્ધીને ગતી આપવા માટે કેટલીક વ્યાપક નીતિઓ લાગુ કરવી જોઈએ જેથી આરોગ્યની કટોકટીને પહોંચી વળવામાં તેમજ જાહેર સેવાઓને ફરીથી કાર્યરત કરવામાં મદદ મળી શકે. આ નીતિઓમાં વહિવટ અને વ્યાપાર માટેના વાતાવરણમાં સુધારો કરવો તેમજ જાહેર આરોગ્ય અને શિક્ષણમાં રોકાણના વળતરમાં સુધારો કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે, ભવિષ્યના અર્થતંત્રને વધુ સ્થીતિસ્થાપક બનાવવા માટે વિશ્વના દેશોને એવી વ્યવસ્થાઓની જરૂર પડશે કે જે વિકાસની ગતીની પુન:પ્રાપ્તિ માટે વધુને વધુ લોકોને તૈયાર કરી શકે. આ હેતુને સીદ્ધ કરવા માટે એવી નીતિઓનો ઉપયોગ કરવો પડશે કે જે મહામારી બાદ નવી પ્રકારની નોકરીઓ, વ્યાપાર અને વહિવટને પ્રતિબીંબીત કરે છે અને તેને પ્રોત્સાહન આપી શકે છે.

આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, લાંબા ગાળે, અલગ અલગ માધ્યમોથી મહામારી લાંબા ગાળાના નુકસાનનું કારણ બનશે. જેમાં ઓછુ રોકાણ, નોકરી અને શાળાઓ તેમજ ધંધા-રોજગાર બંધ રહેવાને કારણે શારીરિક અને માનવીય મૂડીનું ધોવાણ તેમજ વૈશ્વિક વેપાર તેમજ પુરવઠામાં કમી આવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ અસરોને કારણે સંભવિત આઉટપુટમાં ઘટાડો થશે. આ ઉપરાંત પહેલાથી જે ક્ષેત્રોમાં આર્થિક મુશ્કેલીઓ છે, ડેમોગ્રાફિક ડીવીડન્ટ વિલીન થઈ રહ્યા છે તેમજ માળખાકીય અડચણો ઉભી થઈ રહી છે ત્યાં મહામારીને કારણે મંદીનો માહોલ વધુ ગંભીર અસરો પહોંચાડી શકે છે.

વિશ્વ બેંકના ‘સમાન વિકાસ, નાણા અને સંસ્થાઓ’ વિભાગના વાઇસ પ્રેસીડન્ટ, સેલા પઝારબાસીઓગ્લુએ જણાવ્યુ હતુ કે, “જ્યારે મહામારી ત્રાટકી હતી ત્યારે જ કેટલીક નવી ઉભી થઈ રહેલી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ સૌથી ઉચા દેવાને કારણે અને નબળા વિકાસને કારણે સંવેદનશીલ પરીસ્થિતીમાંથી પસાર થઈ રહી હતી. માળખાગત અડચણોની સાથે મહામારીને કારણે શરૂ થયેલો મંદીનો માહોલ અર્થતંત્રને વધુ ગંભીર અસરો પહોંચાડી શકે છે.”

પઝારબાસીઓગ્લુએ જણાવ્યુ હતુ કે, “આર્થિક નુકસાનને ઘટાડવા માટે, અર્થતંત્રને ફરી બેઠુ કરવા માટે, તેમજ આર્થિક વૃદ્ધીને વધુ મજબૂત, સ્થીતિસ્થાપક અને ટકાઉ બનાવવા માટે તાત્કાલીક પગલા લેવા જરૂરી છે.”

વિકાસની પુન:પ્રાપ્તિના સમયગાળા દરમીયાન, વિશ્વના દેશોએ મર્યાદીત થઈ રહેલા જાહેર સમર્થનને ધ્યાનમાં રાખીને વિકાસને લગતા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી તેને પહોંચી વળવાની તૈયારી કરવી પડશે. બેંક એનાલીસીસ મહામારી બાદ નવા ઉભરી રહેલા માળખાઓમાં ઉચી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ક્ષેત્રોમાં મૂડીની ફાળવણી કરવાની મંજૂરી આપવા પર મહત્વની ચર્ચા કરી રહ્યા છે.

આ અહેવાલમાં નોંધવામાં આવ્યુ છે કે, આમાં સફળતા મેળવવા માટે, વિશ્વના દેશોએ એવા સુધારાઓ કરવાની જરૂર પડશે જે વિવાદોના નીરાકરણને વેગ આપીને, નિયમનકારી અવરોધોને ઘટાડીને તેમજ વિકાસની ગતીને ધીમી પાડતી મોંધી સબસીડી, રાજ્યની માલીકીની સંસ્થાઓમાં બદલાવ કરીને મજૂરો અને મૂળીને સરળતાભર્યુ વાતાવરણ પુરૂ પાડી શકે.

(ANIના ઇનપુટમાંથી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.