મહારાષ્ટ્રમાં બાળા સાહેબ ઠાકરેના સમયથી ચાલી આવતી મહારાષ્ટ્રની રાજનીતિમાં હવે આ પરિવારે સીધું ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. શિવસેના અને ભાજપ વચ્ચે સીટ વહેંચણીની રાહ જોઈ રહેલી શિવસેનાએ રવિવારના રોજ અમુક ઉમેદવારોને ફોર્મની પણ વહેંચણી કરી દીધી છે.
આમ જોવા જઈએ તો ચૂંટણી ઉતરવાની આદિત્યની ઈચ્છા લોકસભા ચૂંટણીથી ચાલી આવતી હતી. પણ વિધાનસભા ચૂંટણી પહેલા જ્યારે તેઓ પ્રચારમાં જોડાયા તો આ વાત પર મોહર લાગી ગઈ.
આપને જણાવી દઈએ કે, આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના વર્લી સીટ પરથી ચૂંટણી શકે છે, જો કે, આ અંગે નામ પણ ફાઈનલ થઈ ગયા છે. બસ ઔપચારિક જાહેરાત થવાની બાકી છે.