બોલીવુડ અભિનેતા ઇરફાન ખાન કેન્સરની સારવાર બાદ કામ પર પાછા ફર્યા છે. તેમની સંવેદનશીલ અભિનય ભૂમિકા માટે જાણીતા અભિનેતાએ હાલમાં મીડિયાને એક ચિઠ્ઠી લખી હતી.
ઇરફાને લખ્યું કે છેલ્લા થોડા મહિના પછી મારા સ્વાસ્થમાં સુધાર જોવા મળ્યો છે. વાસ્તવિક જીવનમાં સામનો કરવા માટે થાકતો લડતો હોવ છું. હુ તમારી ચિંતા જાણુ છુ. હુ જાણું છુ કે તમે મને તમારી સાથે વાત કરવા વિનંતી કરી છે. પરંતુ હુ મારી જાતને ઊંડાણપૂર્વક માપી રહ્યો છું. હું નાના પગલાથી આગળ વધું છુ અને પ્રયાસ કરી રહ્યો છુ. સ્વાસ્થયમાં સુધારવાની સાથે કામ શરૂ કરુ છું.
તમારી પ્રાર્થનાઓ મારા હૃદયને સ્પર્શી ગઈ છે અને તે મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. જે રીતે તમે મને રોગમાંથી ઉભા થવા માટેનો સમય આપ્યો અને મારી પ્રઇવસીને લઇ ખૂબ જ આદર કર્યો. આ ધૈર્ય, પ્રેમ અને લાગણી માટે આભાર. આ ભાવનાત્મક સંદેશ માટે, ઇરફાને તેની ચિઠ્ઠીમાં પ્રસિદ્ધ લેખક રિકલેની કેટલીક પંક્તિઓ લખી હતી.
"હું તમારી સાથે કંઈક શેર કરવા માંગુ છું. હું પૃથ્વી અને આકાશ વચ્ચે ફેલાયલી રિંગ્સની જેમ મારૂ જીવન જીવુ છું."
"હું સંપૂર્ણ રીતે પૂર્ણ નથી પણ હું મારા તરફથી કોશિશ કરૂ છું. હું ભગવાનની આસપાસ રહું છું. મને હજું ખબર નથી કે હું શિકારી છું, તોફાન છું, કે કોઇ અપૂર્ણ ગીત."
તમને જણાવી દઇએ કે ઇરફાન કામ પર પાછા ફર્યો છે અને 'અંગ્રેજી મધ્યમ' ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યુ છે. આ ફિલ્મમાં ઇરફાનની સાથે કરીના કપૂર જોવા મળશે. આ ફિલ્મમાં કરિના પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ પહેલી વાર છે કે કરીના આવા પાત્રને ભજવશે.