ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આરોપીએ એક 12 વર્ષના કિશોરને ઉભો રાખી તેને ગાંજો લાવવા માટે જણાવ્યું હતુ. પરંતુ બાળકે તે અંગે અસહમતિ દર્શાવતા આરોપીઓએ તેના મુખ પર એસિડ નાખી દીધુ, જેના કારણે બાળકની હાલત ગંભીર છે.
- આ ઘટના મડિ઼યાંવના ફૈજુલ્લાગંજ વિસ્તારની છે.
- પોતાની દાદીના ઘરે જઈ રહેલા 12 વર્ષા બાળકને આરોપીઓએ ઢોર માર માર્યો
- માર્યા બાદ તેની પર એસિડથી એટેક કર્યો
- ઘટનાની જાણકારી મળતા બાળકને બલરામપુર ખાતે હોસ્પિટલમાં ભર્તી કરાયો
- એસએચઓ સંતોષ કુમારે જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે પીડિત કિશોરની માતાએ કહ્યું કે, ત્રણ લોકોએ મારા પુત્રને બોલાવીને ગાંજો લાવવા માટે કહ્યું. જ્યારે આ માટે ના પાડી તો તેને મારવામાં આવ્યો અને તેની પર એસિડ નાખવામા આવ્યું.