ન્યૂઝ ડેસ્ક: 24.11.2019: પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોના ગોમા શહેરમાં એક પેસેન્જર વિમાન ઘરોમાં તૂટી પડ્યા બાદ તે ઘટનામાં 27 લોકોનાં મોત નીપજ્યાં છે.
- 30.07.2019 : પાકિસ્તાની રાજધાની ઈસ્લામાબાદ નજીકના રાવલપિંડી શહેરમાં એક સૈન્ય વિમાન રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થતા લગભગ 18 લોકોના મોત થયા હતા.
- 27.12.2019 : કઝાકિસ્તાનમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિમાને 100 લોકો સાથે ઉડાન ભરી હતી અને દુર્ઘટનામાં 14 લોકોનાં મૃત્યુ થયાં છે.આ દુર્ઘટનામાં આઠ બાળકો સહિત 60 લોકો ઘાયલ થયા છે જેમને સ્થાનિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
- 16.01.2017: કિર્ગીસ્તાનના મુખ્ય વિમાનમથક નજીક એક ગામમાં તુર્કીનું માલવાહક વિમાન ક્રેશ થયું હતું, જેમાં આ કાર્ગો પ્લેન ધુમ્મસના વાતાવરણમાં ઉતરવાના પ્રયાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં 13 બાળકો સહિત લગભગ 38 લોકોના મોત થયા હતા.
- 30.6.2015: ઇન્ડોનેશિયાનું સૈન્ય વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. સુમાત્રા ટાપુના મેદાનમાં આવેલા રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમા 122 લોકો જે વિમાનમાં સવાર હતા અને લગભગ 20 લોકો જે જમીન પર હતા તેઓના મોત થયા હતા.
- 26.05. 2011: હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં પર્વતીય કોલોનીના સઘન આબાદીવાળા રહેણાંક વિસ્તારમાં દર્દી લઈને જઈ રહેલું ચાર્ટડ વિમાન દુર્ધટનાગ્રસ્ત થયુ હતુ. આ ઘટનામાં વિમાનમાં સવાર સાત લોકો સહિત 10 લોકોના મોત થયા હતા.
- 21.03.2011: કોંગોની આર્થિક રાજધાની પોઇન્ટ-નોઇરના રહેણાંક વિસ્તારમાં એક કાર્ગો વિમાન ક્રેશ થયું હતું, જેમાં જમીન પર રહેનાર 14 સહિત 23 લોકોના મોત નીપજ્યા હતા.
- 22.05. 2010: મેંગ્લોર એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના 158 લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ હતી. વિમાન ઉતરતી વખતે લપસીને દુર્ઘટનાગ્રસ્ત થયું હતુ.
- 30.11.2012 : રિપબ્લિક ઓફ કોન્ગોના બ્રાઝાવિલી એરપોર્ટ નજીક એક કાર્ગો વિમાન ક્રેશ થયું હતું, જેમાં 32 લોકોના મોત નીપજ્યા હતા. તોફાની હવામાનમાં વિમાન જ્યારે ઉતર્યું હતું ત્યારે વિમાન રન-વે પરથી નીકળ્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.જેમાં તમામ સાત મુસાફરો માર્યા ગયા હતા.
- 03.06.2012: નાઇજીરીયાના સૌથી મોટા શહેર લાગોસમાં વિમાન દુર્ઘટનામાં જમીન પર રહેલા 6 લોકો સહિત 159 લોકોના મોત થયા હતા. પેસેન્જર જેટના બંને એન્જિન નિષ્ફળ થઇ ગયા હતા જેતી આ ઘટના બની હતી.
- 05.09.2005: મંડલા એરલાઇન્સની ફ્લાઇટ 91 A નિર્ધારિત ઘરેલુ પેસેન્જર ફ્લાઇટ હતી જે ઇન્ડોનેશિયાના પોલોનીયા આંતરરાષ્ટ્રીય વિમાન મથકથી જકાર્તાના સોકાર્નો-હટ્ટા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરી હતી. ફ્લાઇટ ઉપડ્યાના સેકંડ પછી રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં 149 ના મોત થયા હતા.
- 12.11.2001: ડોમિનિકન રિપબ્લિક માટે બંધાયેલા એક અમેરિકન એરલાઇન્સ એ -300, ન્યૂ યોર્કના ક્વીન્સ બરોના રહેણાંક વિસ્તારમાં ટેકઓફ પછી ક્રેશ થયું હતું, જેમાં સવાર 260 લોકો અને જમીન પર રહેનાર પાંચ લોકો માર્યા ગયા હતા.
- 03.09.1989: ખરાબ હવામાનમાં જોસે માર્ટ આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ટેકઓફ થયા પછી તરત જ વિમાન એમ ક્રેશ થયું હતું. વિમાન સવાર 126 લોકો અને સહિત 45 લોકો માર્યા ગયા હતા.