મંગળવારે સવારે ઉદયપુર અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા હતાં. મળતી માહિતી મુજબ ગુજરાત નંબરની આ કાર ખૂબ જ ઝડપી ગતિએ આવી રહી હતી, જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લોકો સવાર હતાં. કાર ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતા જ પરસાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને મોર્ચારીમાં મુકવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અૈકસ્માત દરમિયાન ઘટનાસ્થળ પર લોકો એકઠા થયા હતા અને હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.