આંધ્ર પ્રદેશઃ તિરૂપતિ મંદિરના એક અધિકારીએ જણાવ્યું કે, અહીંના તિરુમાલના ભગવાન વેંકટેશ્વરના મંદિરના આશરે 2.4 લાખ લડ્ડુ સોમવારે આંધ્રપ્રદેશના 12 જિલ્લાના મુખ્યાલયમાં સબસિડીની ખરીદીમાં વેચવામાં આવ્યા હતાં.
જો કે, ગંભીર COVID-19ની અસરને કારણે ગુંટુર જિલ્લાને લડ્ડુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગણતરીના કલાકોમાં જ લડ્ડુનું વેચાણ થયું હતું. 50 રુપિયાના લડ્ડુનું વેચાણ 25 રુપિયામાં કરવામાં આવ્યું હતું.