પાયલટ અભિનંદનને પરત ફરવાને લઇને પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહ સહિત વાયુસેનાના અધિકારીઓઓ અને મોદી સરકારના કેટલાક પ્રધાનો વાઘા બોર્ડર પર પાયલટ અભિનંદનનું સ્વાગત કરશે. તેના પહેલા અમરિંદર સિંહે ટ્વીટર પર ટ્વીટ કરી કર્યું કે, હું પંજાબના કેટલાક વિસ્તારોનો પ્રવાસ કરૂ છું અને વર્તમાનમાં અમૃતસરમાં છું. માહિતી મળી હતી કે, પાકિસ્તાન સરકારે વાઘા બોર્ડરથી અભિનંદનને મોકલવાનો નિર્ણય કર્યો છે. જે મારા માટે સમ્માનની વાત છે અને હું તેમને લેવા માટે જઈ રહ્યો છું. કેમ કે તે અને તેના પિતા NDIના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
મળતી માહિતી મુજબ વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને કહ્યું હતુ કે, કોઈ પણ ઈજા વિના પાયલટને જલ્દીથી તુરંત મૂક્ત કરવામાં આવે અને કરાર કરવાનો તો કોઇ પ્રશ્ન જ ઉભો થતો નથી. પાકિસ્તાનને ચેતવણી આપતા ભારતે કહ્યું હતું કે, જો પાયલટને કંઈ પણ થયું તો તેના માટે તે તૈયાર રહે. ભારત માટે ખુશીની વાત તો એ છે કે, પાયલટ આજે સ્વદેશ પરત ફરી રહ્યા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટરનાં જણાવ્યાં અનુસાર પાકિસ્તાનના કબ્જામાં રહેલા પાયલટ અભિનંદનનું સ્વાસ્થ્ય સારૂ છે. ભારતે અમારી પાસેથી પાયલટનો મુદ્દો ઉઠાવ્યો હતોં. ત્યાર બાદ પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહસૂદ કુરૈશીએ એક પાકિસ્તાનની પ્રાઈવેટ ટીવી ચેનલને જણાવ્યું હતુ કે, પાયલટની મુક્તિથી ડી-એસ્કેલેશન થાય એટલે કે તણાવ ઘટી શકે તો પાકિસ્તાન પાયલટને પણ પરત મોકલવા તૈયાર છે.