નવી દિલ્હીઃ આઝાદપુર મંડીમાં ટ્રક ડ્રાઈવરોએ માર મારતા સંદિગ્ધ ચોરનું મોત નીપજ્યું હતું. આરોપીઓ સંદિગ્ધ ચોરને ટ્રકમાં હિમાચલ પ્રદેશ બંધક બનાવીને લઈ જઈ રહ્યાં હતાં. પરંતુ પોલીસ ચેકિંગ દરમિયાન ટ્રકની તપાસ કરવામાં આવી અને સમગ્ર મામલો સામે આવ્યો. શાલીમાર બાગ વિસ્તારમાં રહેતા બેમાંથી એક યુવાનનું મોત નીપજ્યું હતું.
દિલ્હીની આઝાદપુર મંડીમાં ચોરીના આરોપમાં ટ્રક ચાલકોએ સંદિગ્ધ ચોરને માર માર્યો હતો. ત્યારબાદ ટ્રક ચાલકો ચોરને બંધક બનાવીને હિમાચલ લઈ જઈ રહ્યાં હતાં. સંદિગ્ધ ચોર સાથે એ હદે મારપીટ કરવામાં આવી હતી કે તેનું મોત થયું હતું. પોલીસ ચેકિંગ દરમિયાન 2 ટ્રક ચાલકોને પકડવામાં આવ્યા હતા. મહિન્દ્રાપાર્ક પોલીસ સ્ટેશનમાં આ મામલાની તપાસ થઈ રહી છે. મૃતક ચોર જ્યારે 2 દિવસ સુધી ઘરે પહોંચ્યો નહીં ત્યારે તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ સમગ્ર ઘટના વિશે વધારે જાણકારી મળી.
આઝાદપુરથી હિમાચલ પ્રદેશ જનારા 2 ડ્રાઈવરોએ એ કારણોસર મારામારી કરી હતી કે, કથિત રીતે ચોર તેમનો ટ્રક ચોરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. આ કારણોસર ટ્રક ચાલક અને સંદિગ્ધ ચોર વચ્ચે હાથાપાઈ થઈ હતી. આ બંને ટ્રક ચાલકો સંદિગ્ધ ચોરોને બંધક બનાવીને હિમાચલ પ્રદેશ લઈ જઈ રહ્યાં હતા. પરંતુ સિરસ પુર પોલીસ ચેકિંગ દરમિયાન બંને ટ્રક ચાલકોની ધરપકડ કરવામાં આવી હતી.