ETV Bharat / bharat

ગોકળ ગાયની ગતિએ ચાલતી બુલેટ ટ્રેન - Japan Bullet Train

વિશ્વમાં પાચમાં મોટા અર્થતંત્ર તરીકે ઉભરી આવેલા ભારતમાં બુલેટ ટ્રેનના કોઇ ઠેકાણા નથી. જો કે, દેશમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ખાતપુહૂર્ત વિધિ ત્રણ વર્ષ અગાઉ થઇ ચૂકી છે, તેમ છતાં જમીન સંપાદન જેવી વિકરાળ ગણાતી સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

ગોકળ ગાયની ગતિએ ચાલતી બુલેટ ટ્રેન
ગોકળ ગાયની ગતિએ ચાલતી બુલેટ ટ્રેન
author img

By

Published : Oct 12, 2020, 11:02 PM IST

ભારતમાં પ્રોજેક્ટને લગતી સમસ્યાઓ હંમેશા વ્યાપક બનતી જાય છે

ન્યૂઝ ડેસ્કઃ સમયની સાથે આપણે સૌએ પણ બદલાવુ જ જોઇએ. જ્યારે જ્યારે પણ આપણે નવી નવી ટેકનોલોજી વિશે જાણીયે ત્યારે તેને અપનાવી લેવી જોઇએ, અને જો તેમ નહીં કરીએ તો આપણે આ સ્પર્ધાત્મક દુનિયામાં ઘણા પાછળ રહી જઇશું. હાલ વિશ્વના લગભગ 20 જેટલા દેશોમાં બુલેટ ટ્રેન ચાલે છે, જેમાં જાપાન, ચીન અને બ્રિટનનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં પાચમાં મોટા અર્થતંત્ર તરીકે ઉભરી આવેલા ભારતમાં આ હાઇ સ્પિડ ટ્રેનના કોઇ ઠેકાણા નથી. જો કે દેશમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ખાતપુહૂર્ત વિધિ ત્રણ વર્ષ અગાઉ થઇ ચૂકી છે તેમ છતાં જમીન સંપાદન જેવી વિકરાળ ગણાતી સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. તે ઉપરાંત કેન્દ્ર સરકારે નવા સાત પ્રોજેક્ટ જાહેર કર્યા છે. દેશની આર્થિક પાટનગરી ગણાતા મુંબઇને હૈદરાબાદ સાથે જોડતો કોરિડોર તે પૈકીનો એક પ્રોજેક્ટ છે. અલબત્ત નવા નવા પ્રોજેક્ટોની પહેલ કરવી તે ખરેખર ઘણી સારી બાબત છે પરંતુ ચિંતા કરાવતું સત્ય તો એ છે કે આરંભથી જે પ્રોજેક્ટ હાથ ઉપર લેવાયો છે તેમાં જ હજુ સુધી કોઇ નોંધપાત્ર પ્રગતિ થઇ નથી.

જાપાન- બુલેટ ટ્રેનનું એક આદર્શ દૃષ્ટાંત

વિશ્વમાં સૌ પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરનાર જાપાન જગતનો પહેલો દેશ છે. જાપાનમાં 1964માં ટોકિયો શહેરને ઓસાકા સાથે જોડતી હાઇ સ્પિડ રેલ સેવા શરૂ કરવામાં આવી હતી. અમેરિકા અને ચીન પછી જાપાન વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બન્યુ તે માટે બુલેટ ટ્રેન એક માત્ર જવાબદાર પરિબળ છે. જો કે બીજા વિશ્વયુદ્ધના પગલે જાપાનનું અર્થતંત્ર પડી ભાંગ્યું હતું, ને ત્યારથી જાપાનની પ્રજા અને સરકાર એમ બંનેએ ભેગા મળીને દેશના અર્થતંત્રની ગાડી ફરીથી પાટા ઉપર ચઢાવવા દિવસ-રાત પરસેવો વહાવ્યો હતો. દેશમાં સર્ગ્રાહી વિકાસના લક્ષ્યને હાંસલ કરવાના આશયથી જ જાપાને બુલેટ ટ્રેનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. અને આ પ્રોજેક્ટે દેશના અર્થતંત્રની સ્થિતિમાં અને ઉદ્યોગ-ધંધા અને વેપારના ક્ષેત્રમાં એક પ્રકારની ક્રાંતિ લાવી દીધી હતી. મુસાફરીમાં સમય બચવાથી ઉદ્યોગો માનવશ્રમનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં સક્ષમ બન્યા જેના પગલે તેઓની ઉત્પાદકતા વધી અને તદાનુસાર પ્રવાસન ક્ષેત્રમં પણ તેજી આવી ગઇ. આમ જાપાનમાં અર્થતંત્ર હરણફાળ ભરતું થઇ ગયું. ટ્રેન અકસ્માતના કારણે મૃત્યુદર શૂન્ય અને વિલંબ થવામાં વાર્ષિક કરેરાશ 20 સેંકડનો સમય આ વસ્તુઓ જ પૂરવાર કરી દીધું હતું કે જાપાન જેવા દેશમાં હાઇ સ્પિડ બુલેટ ટ્રેનની સિસ્ટમ કેટલી ધરખમ અને કેટલી સક્ષમ હતી.

મોદી સરકારે જાપાનની મદદથી અમદાવાદ-મુંબઇ વચ્ચે 508 કિલોમિટર ની બુલેટ ટ્રેનની લાઇન નાંખવાનું શરૂ કરી દીધું છે. 2017માં જાપાનના તત્કાલિન વડાપ્રધાન શિન્જો આબેની સાથે ભેગા મળીને વડાપ્રધાન મોદીએ આ પ્રોજેક્ટ સંયુક્ત રીતે શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટની અંદાજીત કિંમત રૂ. 1.08 લાખ કરોડ મૂકવામાં આવી હતી, જેમાંથી 81 ટકા રકમ જાપાન પાસેથી ઉછીની લેવાઇ હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય લક્ષ્ય એ હતો કે ઓછામાં ઓછું ડિસેમ્બર 2023 સુધીમાં પ્રથમ મુસાફરી શરૂ થઇ જાય. 2022માં ભારતને આઝાદ થયે 75 વર્ષ થશે તેથી કેન્દ્ર સરકારને આશા છે કે તે વર્ષના ઓગસ્ટ મહિનામાં જ કેટલીક બુલેટ સેવાઓ શરૂ થઇ જશે, તદાનુસાર બુલેટ ટ્રેન શરૂ કરવાની તારીખ પણ આગળ લાવવામાં આવી હતી.

ખેડૂતોને પુનઃ ખાતરી આપવાની જરૂર છે

બુલેટ ટ્રેન કલાકના 320 કિલોમિટરની ઝડપે દોડે છે. ધ નેશનલ હાઇસ્પિડ રેલ કોર્પોરેશન (NHSRC) એવો દાવો કરે છે કે અમદાવાથી મુંબઇ વચ્ચેની મુસાફરીને સમય ઘટીને 3 કલાકનો થઇ જશે. જો કે બુલેટ ટ્રેનની લાઇનનૂં ભૂમિપૂજન થયું તે તારીખથી આજદિન સુધી ત્રણ વર્ષ થઇ ગયા છે છતાં આ પ્રોજેક્ટમાં કોઇ મોટી પ્રગતિ થઇ હોવાનું જણાતું નથી. આ કોરિડોરના બાંધકામ માટે અત્યાર સુધીમાં 1380 હેક્ટર જમીન જરૂરી છે, જે પૈકી ગુજરાતની 940 હેક્ટર જમીન, મહારાષ્ટ્રની 431 હેક્ટર જમીન અને બાકીની જમીન દાદરા નગર હવેલીના પ્રદેશમાંથી જરૂરી બનશે. જો કે કુલ જરૂરી જમીનના 63 ટકા જેટલી જમીન તો સંપાદિત થઇ ચૂકી છે. આ જોતાં તો એમ લાગી રહ્યું છે કે કેન્દ્ર અને NHSRC એમ બંને નક્કી કરેલી ડેડલાઇનને મોકૂફ રાખી તેને આગળ 2028 સુધી લઇ જવા યોજના બનાવી રહ્યા છે. અને જો તેમ થશે તો આ પ્રોજેક્ટની કિંમત પણ વધી જશે. વાસ્તવમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ એવું એક જાહેર નિવેદન કર્યું હતું કે બુલેટ ટ્રેન એ તેમની પ્રાથમિકતા નથી. ઠાકરેનું માનવું છે કે વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટ માટે ખુબ જ મહત્વકાંક્ષી બન્યા છે તેથી તે મુંબઇ-અમદાવાદ પ્રોજેક્ટની ઉપેક્ષા કરે છે. અફવા તો એવી પણ ચાલી રહી છે કે રાજ્યના મુખ્યમંત્રી પ્રતિષ્ટાના મુદ્દે જે રીતે વાત કરી રહ્યા છે તેને જોતાં મહારાષ્ટ્રનો કયો ખેડૂતે રાજ્યના ભોગે રાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે પોતાની કૃષિલાયક જમીનનું વેચાણ કરશે?

જો ખેડૂતો એકવાર તેઓની ફળદ્રુપ જમીનથી વિખુટા પડી જશે તો તેઓને રસ્તાની બાજુએ રહેવાનો વારો આવશે, જો કવાર તેઓ રાષ્ટ્રીય પ્રોજેક્ટ ખાતર નુકસાન ભોગવી લેશે તો તેઓ તેમનો જીવનનિર્વાહ ગુમાવી દેશે અને તેઓ રસ્ત રઝળતા થઇ જશે, તેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંનેએ ભેગગા મળીને ખેડૂતોને વિશ્વાસ અને ખાતરી અપવી પડશે કે જે કાંઇ પગલાં લેવાઇ રહ્યા છે તે તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે લેવાઇ રહ્યા છે. બુલેટ ટ્રેન સિસ્ટમથઈ દેશને જે લાભ થવાનો છે તેની તેઓને યોગ્ય સમજ આપવી પડશે. તેઓના પુનઃવસનની શ્રેષ્ઠતમ સુવિધા પણ પૂરી પાડવી પડશે, તે ઉપરાંત તેઓની જમીનના બદલામાં તેઓને બજાર ભાવ કરતાં થોડી વધુ કિંમત આપવી પડશે. ઘરવિહોણા લોકો માટે નવા મકાનો બનાવવા માટે અને જે ખેડૂતો પાસેથી જમીનો ખરીદવામાં આવે તેઓને તેઓની જમીનોના બદલામાં અન્ય કોઇ જગ્યાએ જમીન ફાળવી આપવા માટે પગલાં લેવા પડશે. તે ઉપરાંજ જો જરૂરી હોય તો સરકારે તેઓને સરકારી નોકરીઓ આપવાની ઓફર સાથે આગળ આવવું પડશે. જ્યારે આ તમામ પગલાં લેવાશે ત્યારે એમ કહી શકાશે કે દેશે બુલેટ ટ્રેનને વાસ્તવિકતામાં ફેરવી નાંખવાની દિશામાં યોગ્ય પગલાં લીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.