ચૈન્નઇઃ તમિલનાડુના મદુરાઇમાં સારવાર લઈ રહેલા દર્દીની હત્યાથી ચકચાર મચી છે. આ ઘટના એક સરકારી હોસ્પિટલમાં બની હતી. શરુઆતી માહિતી મુજબ ચાર અજાણ્યા શખ્સોએ સોમવારે તિક્ષ્ણ હથિયારો સાથે મદુરાઇની રાજાજી સરકારી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો અને સારવાર કરાવી રહેલા દર્દીની હત્યા કરી હતી.
આ સંબંધે મથિચિયમ પોલીસનું કહેવું છે કે, આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે, જો કે, હત્યાનું કારણ અકબંધ છે. પોલીસ મામલાની તપાસ ચલાવી રહી છે.