વારાણસીઃ કોરોના વાઇરસની મહામારીના કારણે કરવામાં આવેલા લોકડાઉનમાં આંતરરાષ્ટ્રીય વિમાન સેવા બંધ થઈ ગઈ હતી ત્યારે કિર્ગિસ્તાનમાં મેડિકલના આભ્યાસ માટે ગયેલા ભારતના સેંકડો વિદ્યાર્થીઓ ફસાયા હતા. તેમને ત્યાં મેડીકલ સોવોઓ નહોતી મળતી. ત્યાં કોરોના પણ બહુ ઝડપથી વધી રહ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓએ સરકારને પત્ર લખીને પોતાના વતન આવવા માટે વિનંતી કરી રહ્યાં છે.
કિર્ગીસ્તાન સ્થિત એશિયન મેડિક્લ ઇંસ્ટિટ્યૂટમાં મેડિક્લનો અભ્યાસ કરવા ગયેલા સેંકડો વિદ્યાર્થીઓ ફસાયા હતા. સોશિયલ મીડિયા દ્વારા તે સરકારને પોતાના વતન લાવવા માટેના પત્રો લખી રહ્યાં છે. ટ્ટવીટર પર હજારો મેસેજ પડ્યા છે. જેમા તેઓ વડાપ્રધાનને વિંનતી કરી રહ્યાં છે. જેમાં વારાણસી, ભદોહી અને ગાજીપુર સહિત યુપી અને બિહારના વિવિધ જિલ્લાના સેંકડો વિદ્યાર્થીઓ સામેલ છે.
કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ યુટ્યુબ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ત્યાંના વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટનાઓ બતાવવામાં આવી રહી છે. યુવતીએ વીડિયોમાં લોકોને અપીલ કરી કે, હંમેશાં કંઈક ખરાબ થાય પછી જ અમે અમારો અવાજ ઉઠાવ્યો છે. જીવીત લોકોની કોઇ કિંમત નથી, કિર્ગિસ્તાન સરકાર દ્વારા અમને કોઇ મદદ કરવામાં નથી આવતી, અત્યારે અમે જીવીત છીએ તો કોઇ નથી આવતુ, પરંતુ મૃત્યુ થયા પછી તો ગવર્મેન્ટ પોતે આવશે.