ETV Bharat / bharat

અત્યંત કડક નિયમોની સાથે તૈયાર થયેલી મતદારયાદી - elections news

નેવું કરોડ મતદારોની માહિતી સાથે ભારત સમસ્ત વિશ્વમાં સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનવાનું ગૌરવ ધરાવે છે. ભારતના ત્રણ પાંખીયા વહિવટ માટે પ્રતિનિધિઓની ચૂંટણી માટે મૂળભૂત ગણાતી મતદારયાદીની હાલની અવસ્થા જોઇને અત્યંત શરમ ઉપજે તેમ છે.

A List of Voters Prepared on Strict Norms
અત્યંત કડક નિયમોની સાથે તૈયાર થયેલી મતદારયાદી
author img

By

Published : Sep 7, 2020, 10:48 AM IST

નેવું કરોડ મતદારોની માહિતી સાથે ભારત સમસ્ત વિશ્વમાં સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનવાનું ગૌરવ ધરાવે છે. ભારતના ત્રણ પાંખીયા વહિવટ માટે પ્રતિનિધિઓની ચૂંટણી માટે મૂળભૂત ગણાતી મતદારયાદીની હાલની અવસ્થા જોઇને અત્યંત શરમ ઉપજે તેમ છે. ભારતરત્ન એવા ડો. ભીમરાવ આંબેડકરે એકવાર આપણને યાદ પણ અપાવી હતી કે, મતદારયાદી તૈયાર કરવી એ એક એવી ફરજ છે, જે સૌથી વધુ ખંત અને કાળજી સાથે હાથ ધરાવી જોઇએ, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે ચૂંટણી સમિતિઓ જે પદ્ધતિએ કામ કરે છે. તે પૂરવાર કરે છે કે, તેઓ પોતાની એ ફરજ અદા કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. જેના કારણે ગુસ્સો પણ આવે છે અને ચિંતા પણ થાય છે. ભાજપે છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું. તદઅનુસાર કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકારે તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે એક જ મતદાર યાદીને આખરી ઓપ આપવાના પ્રયાસો વેગવંતા બનવી દીધા છે.

બંધારણના અનુચ્છેદ-324 અનુસાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે એકસમાન ચોક્કસ મતદારયાદી હોવી એ કાનૂની આવશ્યકતા છે, જ્યારે રાજ્ય સરકારોએ જેને ચૂંટણીઓનું આયોજન કરવાની સત્તા આપી છે. તે રાજ્યસ્તરના ચૂંટણીપંચ એકત્ર કરાયેલી માહિતીના આધારે મતદાર યાદી તૈયાર કરવાની તેઓની બંધારણીય ફરજ બજાવે છે. અલબત્ત દેશના 22 રાજ્યો કેન્દ્રિય ચૂંટણીપંચ દ્વારા તૈયાર કરાયેલી યાદી ઉપર આધાર રાખે છે.

જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ આસામ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, કેરળ અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવા રાજ્યોએ પોતાની અસાધારણ મતદારયાદી તૈયાર કરી દીધી છે. જે તેઓની અસાધારણ કાર્યશૈલીનો સંકેત કરે છે. કેન્દ્રિય ચૂંટણીપંચે પણ 1999 અને 2004ની સાલમાં સમગ્ર દેશભરમાં એકસમાન મતદારયાદી રાખવાની તરફેણ કરી હતી, તે ઉપરાંજ જ્યુડિશિયલ ટ્રિબ્યુનલોએ પણ 2015ની સાલની સામાન્ય ચૂંટણીઓમાં આ મુદ્દાનું સમર્થન કર્યું હતું. મતદારયાદી તૈયાર કરવામાં સંબંધિત રાજ્યો દ્વારા હાથ ધરાતી વ્યાપક કામગીરી અને નકામા જંગી ખર્ચાને ટાળવાના આશયથી શરૂ કરાયેલી આ કવાયતમાં રાજ્યોના કેટલાંક કાયદાઓમાં સુધારા કરવાની જરૂર છે. એક રાષ્ટ્ર માટે એક મતદારયાદી જાળવી રાખવી એ ખરેખર સારો વિચાર છે. પરંતુ તે મતદારયાદીની અધિકૃતતા વિશ્વસનિય હશે કે, નહીં તે જોવું રહ્યું.

મત એટલે શું?

ભૂતકાળમાં ભારતના ચૂંટણીપંચને એવી જાહેરાત કરતાં ઘણાં ગૌરવની લાગણી થતી હતી કે, પ્રથમ ચૂંટણી દરમ્યાન અને તે વર્ષે તે ચૂંટણી બાદ આવેલી સામાન્ય ચૂંટણી દરમ્યાન તેના દ્વારા દાખલ કરાયેલી મતદાનની સિસ્ટમને સંપૂર્ણ રીતે સમજવામાં ભારતનો મતદાર સક્ષમ બની ગયો છે. દેશના મતદારો પોતાના મતનો ઉપયોગ પોતાના અસ્તિત્વના પ્રતિક તરીકે કરતા હોય છે. પરંતુ સત્તાવાળા દ્વારા આચરવામાં આવતી ઘોર બેદરકારીના કારણે લાખો લોકો ભારે આક્રોશ સાથે પ્રશ્ન પૂછે છે કે, મુખ્ય ચૂંટણીપંચ દ્વારા તૈયાર કરાયેલી મતદાર યાદીમાંથી તેઓના નામ કેવી રીતે ગૂમ થઇ જાય છે?

2015માં ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર એચએસ બ્રહ્માએ જાહેર કર્યું હતું કે, સમગ્ર દેશભરની મતદારયાદીઓમાં 8 કરોડ નામ બોગસ અથવા ખોટા છે. તેમણે કહ્યું હતું કે, કુલ મત પૈકી 10-12 ટકા મત નકલી હતા, જે ખરેખર રાષ્ટ્રીય સમસ્યા છે. પરંતુ તે સાથે તેમણે એવી પણ ખાતરી આપી હતી કે, દેશના નાગરિકોની અસલ સંખ્યાને તે વર્ષની 15 ઓગસ્ટ સુધીમાં મતદારયાદી સાથે સાંકળી લેવામાં આવશે. જોકે, તમામ પ્રકારની લેવડ-દેવડ માટે આધારકાર્ડ ફરજિયાત નથી એવો સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારબાદ આ આખા પ્રોજેક્ટને અભરાઇએ ચઢાવી દેવાયો હતો. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા ચૂંટણીપંચ દ્વારા હાથ ધરાયેલા જાહેર અભિયાનોમાં ભાગ લેનારા ખ્યાતનામ સેલિબ્રિટિઝના નામ પણ રાષ્ટ્રીય મતદારયાદીમાંથી ઉડી જવાની શરૂઆત થઇ ગઇ હતી. અરે, જેને ખોટી પૂરવાર કરવી અશ્ક્ય હતી. એવી પણ એક ઘટના બની હતી કે, દેશના ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશ્નરને પણ નામપલ્લી વિસ્તારના મતદાર દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે પણ ચૂંટણીપંચના પક્ષે કોઇ ભૂલ થઇ હોય કે, બેદરકારી દાખવવામાં આવી હોય ત્યારે દિલગીરી વ્યક્ત કરીએ છીએ, માફી માંગીએ છીએ એમ ચૂંટણીપંચ દ્વારા છાશવારે કરાતા નિવેદનોથી આગળ જઇને કંઇક નક્કર કામ કરવું અને દેશના મતદારોની એક અધિકૃત અને સચોટ મતદારયાદી સાથે ચૂંટણીપંચે આગળ આવવું તે આજના સમયની તાતી માંગ છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ અને ફિનલેન્ડ જેવા દેશોમાં અત્યંત સરળ વહિવટી પ્રક્રિયા અને સહજતાથી હાથ ધરાતી ચૂંટણી પ્રક્રિયામાંથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કોઇ પ્રેરણા લેશે તો જ ભારતની લોકશાહીને હાંસલ કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.