- બેંગલુરુની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ
- આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હજી ચાલુ
- ફેક્ટરીની બહાર ઊભેલા વાહનો બળીને ખાક
બેંગલુરુઃ કર્ણાટકના બાપુજીનગરની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી તીવ્ર હતી કે, ફેક્ટરી પાસે ઊભેલા વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા. આગની ઘટના હોસાગુદ્દેદહલ્લી વિસ્તારમાં બની હતી. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ અને પોલીસ હાજર છે. જોકે આગને બૂઝાવવા માટે ફાયરબ્રિગેડ સતત પ્રયત્ન કરી રહી છે.
પોલીસે અન્ય લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કર્યા
પોલીસ ફેક્ટરીના પાસે રહેતા લોકોને બીજી જગ્યાઓ પર શિફ્ટ કરી રહી છે. આગને કાબૂ કરવામાં ફાયરબ્રિગેડને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.