રાજસ્થાનઃ રાજ્યમાં ગુરુવારે 68 નવા કેસ નોંધાયા છે. જેની સાથે કુલ કોરોના દર્દીઓની સંખ્યાનો આંક 9,720 પહોંચ્યો છે. તે બીજી તરફ 209 દર્દીઓના મોત થયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, ગુરુવારે બાડમેરમાં 2, જોધપુરમાં 12, ભરતપુરમાં 16, જયપુરમાં 12, ચૂરુમાં 12, ઝુંઝુનૂ 5, સવાઈ માધોપુરમાં અને નાગૌરમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જિલ્લાવાર કોરોના દર્દીના આંકડા…
- અજમેરથી 356
- અલવરથી 82
- બાંસવાડા 85
- બારાંથી 45
- બાડમેરથી 104
- ભરતપુરથી 471
- ભિલવાડાથી 155
- બીકાનેરથી 108
- બૂંદીથી 2
- ચિત્તૌડગઢથી 180
- ચુરૂથી 129
- દૌસૈથી 62
- ધૌલપુરથી 65
- ડૂંગરપુરથી 373
- શ્રીગંગાનગરથી 7
- હનુમાનગઢથી 30
- જયપુરથી 2,136
- જેસલમેરથી 74
- જલોરથી 162
- ઝાલાવાડથી 302
- ઝુંઝુનૂથી 148
- જોધપુરથી 1638
- કરૌલી 19
- કોટાથી 501
- નાગૌરથી 476
- પાલીથી 549
- પ્રતાપગઢથી 14
- રાજમંદથી 145
- સવાઈ માધોપુર 23
- સીકરથી 231
- સિરોહીથી 179
- ટોંકથી 169
- ઉદયપુરથી 568
BSFના જવાનમાં 50 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યારસુધીમાં ઈરાનથી લાવવામાં આવેલા ભારતીયોમાંથી 61 લોકો, ઇટાલીના 2 લોકો અને અન્ય રાજ્યોના 19 દર્દીઓના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં 4,54,788 લોકોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં 4,40,850 નમૂનાઓ નેગિટિવ આવ્યા છે અને 4218 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધીમાં 6,819 પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યા છે. તેમજ 6,267 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં 2,692 સક્રિય કેસ નોંધાયા છે. જેમાં 2,767 વિદેશીઓ સામેલ છે.