નવી દિલ્હીઃ જુલાઈથી ઓગસ્ટ મહિના સુધી ત્રીજી વખત દિલ્હીના પોઝિટિવ કેસની સંખ્યા 1000ની નીચે રહી છે. આ ઉપરાંત દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર 7.55 ટકા થયો છે, જ્યારે રિકવરી રેટ 89.56 ટકા થયો છે. આ સાથે જ એક્ટિવ કેસનો રેસ્યો ઘટીને 7.52 ટકા થયો છે.
7.55 ટકા સંક્રમણ
દિલ્હીમાં 24 કલાકમાં નોંધાયેલા 961 પોઝિટિવ કેસના કારણે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 1,37,677 થઇ છે. શનિવારે સંક્રમિત દર્દીની ઓછી સંખ્યા ગત 2 દિવસની સરખામણીમાં વધારો બતાવે છે. સંક્રમણ દર 6.16 ટકાથી વધીને 7.55 ટકા થયો છે. જો કે, એક્ટિવ દર્દીની સંખ્યામાં ધટાડો થઇને 7.52 ટકા પહોંચ્યો છે.
4 હજારથી વધુ મોત
સામાન્ય દિવસોની સરખામણીમાં ગત 24 કલાક દરમિયાન કોરોનાથી થનારી મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ગત 24 કલાક દરમિયાન દિલ્હીમાં 15 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત કુલ મોત 4,004 લોકોના મોત થયાં છે.
એક્ટિવ કેસ 7.52 ટકા
દિલ્હીમાં ગત 24 કલાકમાં 1,186 દર્દી સ્વસ્થ થયા છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજધાની દિલ્હીમાં કુલ 1,23,317 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
5,633 લોકો હોમ આઈસોલેશન
આ એક્ટિવ દર્દીમાંથી 5,633 દર્દી હજૂ પોતાના ધરમાં હોમ આઈસોલેશનમાં છે, જ્યારે દિલ્હીમાં ગત 24 કલાકમાં 12,730 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી 4,289 ETPCR ટેસ્ટ અને 8,441 રેપિડ એન્ટીઝન ટેસ્ટ થયા છે.