મચિલીપટ્ટનમ (AP): આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ અને વિઝિયાનાગારમના લગભગ 92 જેટલા માછીમારો દરિયાની ખરાબ પરિસ્થિતિને કારણે કૃષ્ણા જિલ્લાના એક ટાપુ નજીક તેમની નૌકામાં ફસાયા હતા. જેમને સોમવારે બચાવી લેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
માછીમારો 24 એપ્રિલે ચેન્નઈથી શ્રીકાકુલમ જવા રવાના થયા હતા. જે સોમવારે ખરાબ હવામાનને કારણે એડુરુમોંડી ટાપુ નજીક અટવાઈ ગયા હતા.
અધિકારીઓ તેમને કાંઠે લાવ્યા અને એડુરુમોંડી ગામની સરકારી ઉચ્ચ શાળામાં રહેવા માટે સલાહ આપી હતી. ત્યારબાદ સામાન્ય પરિસ્થિતિ થયા બાદ તેમને પરત લવાયા હતા.
મચ્છિલીપટ્ટનમ રેવન્યુ ડિવિઝન ઓફિસર એન. એસ. કાજા વાલીએ જણાવ્યું હતું કે, હવામાન સામાન્ય થયા પછી તેમને તેમના વતન સ્થાને પાછા ફરવા દેવામાં આવશે.