ઉત્તર પ્રદેશઃ ઉન્નાવ જિલ્લાના બિહાર વિસ્તારમાં એક 9 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ અંગે સરપંચના ભાઇએ જણાવ્યું કે, હું જ્યારે ખેતરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે મેં એક છોકરીને રસ્તામાં બેહોશ હાલતમાં જોઇ હતી, ત્યારબાદ મેં પોલીસને જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી પીડિતાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, જ્યાં સારવાર દરમિયાન પીડિતાનું મોત થયું હતું. પીડિતાના પિતાએ આ નરાધમોને ફાંસી આપવાની માંગ કરી છે, પોલીસે પોક્સો એક્ટ મુજબ અજાણ લોકો વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો છે.
મહત્વનું છે કે, UPના એક ગામમાં હોળીના કાર્યક્રમ ચાલુ હતો, જ્યાં બાળકી પણ લગભગ 2 વાગ્યાની આસપાસ આવી હતી અને પાણી પીને ઘર તરફ ગઇ હતી અને ત્યારબાદ લોકો દ્વારા જાણવા મળ્યું કે, બાળા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.