મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, CSRI દ્વારા બનાવવામાં આવેલી ડાયાબિટીસ દવા શરૂઆતમાં ડાયાબિટીસના દર્દીઓને લાભ આપવા માટે BGR-34 આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
કેન્દ્રય સ્વાસ્થ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલનું કહવુ છે કે, બદલાતા સમયમા લોકોની જીવનશૈલીમાં ઝડપી પરિવર્તન આવી રહ્યુ છે. તેના કારણે રોગોને પ્રોત્સાહન મળી રહ્યુ છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ફ્રી ચેક અને સારવાર ઉપરાંત, આયુષ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે.
ICMR ઇન્ડિયા ડાયાબિટીસનો રિસર્ચ પણ સામે આવ્યો છે, તેના મુજબ વર્ષ 2018માં દેશ ભરમા લગભગ 730 કરોડ લોકો ડાયાબિટીસના રોગથી પીડાય છે. સંશોધનમા સંભાવના દર્શાવી છે કે, 2022 સુધીમાં દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 10 કરોડથી વધી જશે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના સંશોધન અનુસાર, ભારતમા 20થી 70 વર્ષની વચ્ચે 6.5, 6.68 અને 6.91 કરોડો ડાયાબિટીસ દર્દીઓ અનુક્રમે 2013, 2014 અને 2015માં સામે આવ્યા છે.
કેન્દ્રય સ્વાસ્થ મંત્રાલયના સચિવ પ્રીતિ સુદનનું કહવુ છે કે, આયુષ્માન ભારત યોજના મુજબ 1.5 લાખ આરોગ્ય કેન્દ્ર દેશ ભરમા ખોલવામા આવશે. તેમાથી 17 હજાર સેન્ટરો પર ડાયાબિટીસ, હાયપરટેન્શન, પાંચ પ્રકારના કેન્સર, દાંત, આંખ, કાન, નાક, ગળા અને ત્વચાના રોગોની સારવારની સુવિધા ગ્રામજનોને મળી રહી છે.
વધુમા તેમણે જણાવ્યુ હતુ કે, રવિવારના રોજ સ્વાસ્થ દિવસ મનાવામા આવશે. ડબ્લ્યુએચઓ સાથે મળીને, મંત્રાલયે "સર્વત્ર સ્વાસ્થ્ય-સબકો અને હર જગાહ"નો નારો આપ્યો છે, અને ટૂંક સમયમાં આરોગ્ય કેન્દ્રો ખુલ્લા કરવામાં આવશે જેથી ગામવાસીઓ બિન ચેપગ્રસ્ત રોગોની સમયસર સારવાર મેળવી શકે.