તો આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વજ્રપાતમાં બળી ગયેલા લોકોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો દાખલ કરવામાં આવેલા ઇજાગ્રસ્તોમાંથી 2થી 3 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો મૃત્યુ પામનારા લોકોમાંથી 7 લોકોની ઉંમર 15 કે તેનાથી ઓછી છે.
તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જેને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
તો આ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પણ આ ઘટના પર દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તો આ સાથે જ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. તો ઇજાગ્રસ્તોની સારવાર અંગેની પણ આદેશ કર્યા હતા.