જયપુર: છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં કોરોનાના 78 નવા કેસ નોંધાયા છે. ત્યાર બાદ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 12,772 પર પહોંચી ગઇ છે. આજે 2 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થતા રાજસ્થાનમાં કુલ મૃત્યુઆંક 294 પર પહોંચી ગયો છે.
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારના રોજ અજમેરમાં 4, અલવરમાં 9, ભરતપુરમાં 2, દૌસામાં 1, શ્રીગંગાનગરમાં 5, જયપુરમાં 29, ઝુંઝુનુંમાં 18, કોટામાં 2, નાગૌરમાં 1, સવાઈ માધોપુરમાં 5, ટોંકમાં 1 અને ઉદેપુરમાં 1 પોઝિટિવ દર્દીઓના કેસ નોંધાયા છે. આ સિવાય છેલ્લા 12 કલાકમાં ઉદયપુર અને અન્ય જિલ્લામાંથીના એક એક સંક્રમિત દર્દીનું મોત નીપજ્યું હતું.
આ સિવાય રાજ્યમાં અત્યાર સુધીમાં 5,98,920 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 5,83,279 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 2,869 લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9,631પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તેમજ 9,340 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં કોરોનાના 2,847 કેસ સક્રિય છે. જેમાં 3,641 પ્રવાસીઓ સામેલ છે.