કામરેજ તાલુકાના સેવણી ગામના 52 વર્ષીય ખેડૂત નવનીતભાઈ વૈદને પી.એમ.કિસાન યોજનામાં બેંક ખાતામાં સહાય મળવાની વ્યક્ત કરતાં જણાવ્યું કે, દેશના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના અમલમાં મૂકીને લાખો ખેડૂતોને બીજ, ખાતર તેમજ કીટનાશકની ખરીદીની ચિંતા દૂર કરી છે. હવે અમારે શાહૂકારો પાસેથી ઊંચા વ્યાજે નાણા લેવાની જરૂર નહિ પડે. વડાપ્રધાને આ યોજનાને ખૂલ્લી મૂકી તે સાથે જ બેંક તરફથી એસ.એમ.એસ.થી જાણ થઇ કે મારા ખાતામાં સહાયનો પહેલો હપ્તો જમા થઇ ચૂક્યો છે. મારા જેવા કરોડો નાના ખેડૂતો વતી સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
કામરેજ તાલુકાના જ સેવણી ગામના 50 વર્ષીય ખેડૂત જયેન્દ્ર દેસાઈ પી.એમ.કિસાન યોજનાને ખેડૂતોની જીવાદોરી સમાન ગણવતા કહ્યું કે, કોઈ પણ દલાલ-વચેટિયા વિના વાર્ષિક રૂ.6 હજાર સીધા બેંક ખાતામાં જમા થશે જેમાંથી બે હજાર તો મારા ખાતામાં જમા થઈ ચૂકયા છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અનેક પગલા લઇ રહી છે. જેમાં આ યોજના થકી ખેડૂતોને આર્થિક ટેકો મળશે. યોજનાનો લાભ આપવામાં ગ્રામ પંચાયત તરફથી ખૂબ સારો સહકાર મળ્યો હોવાનું જણાવી ઉમેર્યું કે, સહાયની આ રકમ ખેડૂતોને વધુ ખેત ઉત્પાદન મેળવવામાં અત્યંત ઉપયોગી બનશે અને ખેડૂતોના પરિવારનું જીવનધોરણ લાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
આ યોજના હેઠળ જિલ્લાના ઓલપાડ તાલુકામાં 15261, માંડવી તાલુકામાં 15085, મહુવામાં 12381, માંગરોળમાં 9656, બારડોલીમાં 7366, ઉમરપાડામાં 6785, કામરેજ તાલુકામાં 6216, ચોર્યાસીમાં 5948 અને પલસાણા તાલુકાના 3683 ખેડૂતોના ખાતામાં ઓનલાઈન રકમ જમા થઈ હતી.