અમૃતસરઃ દુનિયામાં લાખો લોક કોરોનાના સંકટ સામે જજૂમી રહ્યાં છે. આ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત વૃદ્ધો છે. આ કડીમાં અમૃતસરની રહેવાસી 75 વર્ષીય શકુંતલા દેવી યોગાસન કરીને યુવાનોને પ્રેરિત કરી રહી છે. જે યોગાસનને કરવામાં બધાના પરસેવા પડી જાય એવા મુશ્કેલ આસન શકુંતલા દેવી સરળતાથી કરે છે. આ વૃદ્ધ મહિલા તેના કામને લીધે યોગ માતાના નામથી ઓળખાય છે.
ઇટીવી ભારત સાથે વાતચીત કરતા શકુંતલા દેવીએ જણાવ્યું કે, હું 60 વર્ષની ઉંમરમાં કેટલીય બિમારીથી પીડિત હતી. ટીવીમાં જોય બાદ યોગ કરવાની શરુઆત કરી હતી અને બિમારીમાં ધીરે-ધીરે સુધારો આવવા લાગ્યો, ત્યારથી મેં યોગાસન કરીને પોતાને ફીટ રાખી છે અને બીજાને પણ આમ કરવા પ્રેરિત કરું છું. 12 વર્ષથી યોગનો અભ્યાસ કરી રહી છું અને હવે ઘર પર જ મફતમાં યોગ શીખવું છું.
શકુંતલા દેવીએ કહ્યું કે, વર્તમાનમાં યુવા પેઢી ફોન પર ખૂબ જ સમય વિતાવે છે. જેના કારણે તે કેટલીય બિમારીઓનો શિકાર બને છે, પરંતુ યોગથી આપણે પોતાને સ્વસ્થ રાખી શકીએ છીએ.
શકંતુલા દેવીના દિકરા રાજકુમારે કહ્યું કે, મારી માતાએ રામદેવને ટીવી પર યોગ કરતા જોઇને યોગ કરવાની પ્રેરણા મળી હતી. આ પહેલા વિશ્વાસ કરી શકતા નહોતા, પરંતુ બાદમાં માતાને યોગ કરવાથી ઘણે ફરક જોવા મળ્યો હતો. તે બાદ હવે પુરો પરિવાર યોગ કરે છે.