નવી દિલ્હીઃ શહેરના ભાટી માઈન્સમાં 70 વર્ષીય વયોવૃદ્ધ મહિલા કાંતાબેન મહેનત મજૂરી કરીને પોતાના 3 નાના પૌત્રનું ભરણ પોષણ કરી રહી છે. તેમના યુવાન પુત્રનું 6 વર્ષ પહેલા એક દૂર્ઘટનામાં અવસાન થયું હતું. જે બાદ તેમને મજૂરી કરી તેમનું તથા બાળકોનું ભરણ પોષણ કરે છે.
મજૂરી કરી 3 બાળકોનું ભરણ પોષણ કરે છે
કાંતાબેન 70 વર્ષીય વૃદ્ધ મહિલા છે. જે છત્તરપુર ક્ષેત્રના ભાટી માઈન્સ ગામમાં રહે છે. 3 નાના બાળકો સિવાય તેની પાસે આ દુનિયામાં બીજુ કોઈ નથી. એક દુર્ઘટનાને કારણે તેના દિકરા અને વહુનું 6 વર્ષ પહેલા અવસાન થયું હતું. જે કારણે તેના 3 પૌત્રોના ભરણ પોષણની જવાબદારી કાંતાબેન પર આવી પડી હતી, પરંતુ આ વૃદ્ધ મહિલાએ હિંમત ગુમાવી ન હતી, તેઓ બાળકોનું ભરણ પોષણ કરવા માટે સખત મહેનત કરી રહ્યાં છે અને બાળકોને ભણાવી પણ રહ્યાં છે.

મહિલાએ સંભળાવી આપવીતી
કાન્તાબેને જણાવ્યું કે, 6 વર્ષ પહેલા દિકરા-વહુના મૃત્યુ બાદ, તેઓ ખૂબ મહેનત કરી રહ્યાં છે, અને પોતાની તેમજ તેમના ત્રણ નાના બાળકોની સાર-સંભાળ લઈ રહ્યાં છે. તેમના બાળકો અનુક્રમે નવમાં ધોરણ, છઠ્ઠા ધોરણ અને ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ અંતિમ શ્વાસ સુધી બાળકોની સાર-સંભાળ લેશે, અને તેમને ભણાવશે.