નવી દિલ્હી: 2019ના આંકડાં પ્રમાણે ભારતની જેલોમાં 69.05 ટકા જેટલા કાચા કામના કેદીઓ છે, જેઓ મુકદ્દમો ચાલે તેની રાહમાં છે. દેશમાં કેદીઓને જેલમાં સાચવવાનો રોજનો ખર્ચ કેદી દીઠ રોજના રૂ. 118 છે, છતાં ન્યાયમાં વિલંબમાં કારણે કાચા કામના કેદીઓને જેલમાં રાખવા પડે છે એમ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના નવા વિશ્લેષણમાં જણાવાયું છે.
ભારતના પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2019 અહેવાલના આધારે કોમવવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇન્નિશિયેટિવ (CHRI) તરફથી 10 મુદ્દાઓ પર જેલની સ્થિતિનું વિશ્લેષણ કરાયું છે. જેલની ક્ષમતા, જેલમાં કેદીઓની સંખ્યા, કુલ કેદીઓમાં કાચા કામના કેદીઓનું પ્રમાણ, કાચા કામના કેદીઓએ કેટલો સમય જેલમાં રહેવું પડે છે, જેલમાં મહિલાઓની સંખ્યા (કેદીઓ અને કર્મચારીઓ સહિત), શિક્ષણનું પ્રમાણ, જ્ઞાતિ અને ધાર્મિક ઓળખ, જેલ કર્ચમારીગણ, ગુના પ્રમાણે કેદીઓની સંખ્યા, કેદી દીઠ ખર્ચ અને જેલમાં કેદીઓનો મૃત્યુદર.
આ ધોરણોના આધારે સ્થિતિનું મૂલ્યાંકન કરનાયું હતું અને તે પછી CHRIએ નીચે પ્રમાણેના મુદ્દાઓ અલગ તારવ્યા હતા કે ભારતમાં 2019ના વર્ષમાં જેલોની સ્થિતિ શું છે:
· કુલ 4.78 લાખ કેદીઓ હતા અને ગીચતાનો દર 18.5 ટકાનો હતો.
· 18.8 કેદીઓને જેલમાં લવાયા હતા, જેમાંથી 4.3 ટકા સ્ત્રીઓ હતી.
· આ 19,913 સ્ત્રી કેદીઓમાંથી 1,543 સ્ત્રીઓની સાથે 1,779 બાળકો હતા.
· ભારતમાં કુલ કેદીમાંથી 69.05 કાચા કામના કેદીઓ હતા. તેમાંથી ચોથા ભાગના એવા હતા કે કેસ ચાલ્યો ના હોવાથી એક વર્ષ કરતાંય વધુ સમયથી કેદમાં હતા.
· જેલમાં 116 કેદીઓએ આત્મહત્યા કરી, જ્યારે 7,394 કેદીઓ માનસિક બીમારીથી પીડિત હતા.
· ભારતની જેલમાં 5,608 વિદેશી કેદીઓ હતા, જેમાં 832 સ્ત્રીઓ હતી.
· જેલમાં કુલ 1,775 કેદીઓના મોત થયા હતા, જેમાંથી 1,544 મોત બીમારી અને ઉંમરને કારણે થયાનું નોંધાયું હતું.
· જેલ માટેના નિર્ધારિત કર્મચારીઓમાંથી 30 ટકા જગ્યાઓ ખાલી હતી. કુલ કર્મચારીઓમાંથી માત્ર 12.8 ટકા મહિલા સ્ટાફ હતો.
· કેદી સામે કર્મચારીઓની સંખ્યાનું પ્રમાણ 7:1 હતું, કેદીઓ સામે કરેક્શનલ સ્ટાફનું પ્રમાણ 628:1 હતું અને કેદીઓ દીઠ તબીબી સ્ટાફનું પ્રમાણ 243:1 હતું.
· જેલમાં કેદી દીઠ રોજનો 118 રૂપિયાનો ખર્ચ થતો હતો.
CHRI અહેવાલ અનુસાર 2019માં જેલમાં ક્ષમતા સામે કેદીઓની સંખ્યા સરેરાશ 118.5 ટકાની હતી, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ હતી.
જિલ્લા અને મધ્યસ્થ જેલોમાં સૌથી વધારે ગીચતા હતી અને તેનું પ્રમાણ અનુક્રમ 129.7 ટકા અને 123.9 ટકાનું હતું.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હીની જેલોમાં સૌથી વધુ ગીચતા હતી, જેનું પ્રમાણ 174.9 ટકા જેટલું હતું.
તે પછી જેલમાં કેદીઓની ગીચતા 150 ટકા ધરાવતા રાજ્યો આ પ્રમાણે હતાઃ ઉત્તર પ્રદેશ (167.9 ટકા), ઉત્તરાખંડ (159 ટકા), મેઘાલય (157.4 ટકા), અને મધ્ય પ્રદેશ (155.3 ટકા), સિક્કિમ (153.8 ટકા), મહારાષ્ટ્ર (152.7 ટકા) અને છત્તીસગઢ (150.1 ટકા).
છેલ્લા પાંચ વર્ષમાં જેલોની ક્ષમતામાં 10.1 ટકાનો વધારો થયો છે, તેની સામે કેદીઓની સંખ્યામાં 14.1 ટકાનો વધારો થઈ ગયો. આ પાંચ વર્ષોમાં કાચા કામના કેદીઓની સંખ્યામાં 17.2 ટકાનો વધારો થયો.
2019ના અંતે 1350 જેલોમાં 4,78,600 કેદીઓ હતા, જેમાંથી 3,30,487 કાચા કામના કેદીઓ હતા.
“2015થી 2018 સુધીમાં વિશ્વમાં કેદીઓની સંખ્યામાં 3.7 ટકાનો વધારો થયો છે,” એમ અહેવાલમાં જણાવાયું છે. 2019ના વૈશ્વિક આંકડાં હજી ઉપલબ્ધ નથી.
“2015થી 2018 સુધીમાં ભારતમાં 46,461 (12 ટકા) વધ્યા હતા. વસત સામે કેદીઓની સંખ્યાની બાબતમાં દર લાખની વસતિએ 35 કેદીઓ સાથે ભારત 223 દેશોમાંથી 211માં સ્થાને છે. આ દર્શાવે છે કે વિશ્વમાં ભારતમાં કેદીઓની સંખ્યા બહુ વધુ છે.”
અહેવાલમાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં આંધ્ર પ્રદેશ અને નાગાલેન્ડ બે જ રાજ્યોમાં કેદીઓની સંખ્યા ઘટી છે. કેદીઓની સંખ્યામાં સૌથી વધુ વધારો સિક્કિમ (59.4 ટકા) અને જમ્મુ અને કાશ્મીરમાં (57.6 ટકા) નોંધાયો હતો.
આ વિશ્લેષણ અનુસાર ભારતમાં હિન્દુઓની વસતિનું પ્રમાણ 79.8 ટકા છે, તેની સામે કેદીઓ 68.3 ટકા હતા. મુસ્લિમોની વસતિનું પ્રમાણ 14.2 ટકા છે, તેની સામે કેદીઓ 18.3 ટકા હતા. ખ્રિસ્તીઓનું વસતિનું પ્રમાણ 2.3 ટકા છે, તેની સાથે કેદીઓની સંખ્યા 2.9 ટકા હતી. શીખોની વસતિનું પ્રમાણ 1.7 ટકા છે, તેની સામે કેદીઓની સંખ્યા 3.8 ટકા હતી. અન્ય ધર્મોના કેદીઓની સંખ્યા એક ટકા જેટલી હતી.
“છેલ્લા પાંચ વર્ષમાં ધર્મની કેટેગરીમાં સૌથી વધુ કેદીઓની સંખ્યા મુસ્લિમોની, 12.1 ટકા વધી હતી,” એમ અહેવાલમાં જણાવાયું છે.
“તેની સામે હિન્દુ કેદીઓની સંખ્યામાં 12.7 ટકાનો ઘટાડો થયો હતો. કાચા કામના કેદીઓમાં સૌથી વધુ પ્રમાણ 70.8 ટકા મુસ્લિમોનું હતું.”
જ્ઞાતિ જૂથો પ્રમાણે વસતિમાં 20 ટકા ધરાવતા એસસીના કેદીઓ 21.2 ટકા હતા, વસતિમાં 9 ટકા ધરાવતા એસટી કેદીઓ 11.4 ટકા હતા.
આ વિશે ETV Bharat સાથે વાત કરતાં CHRIના ડિરેક્ટર સંજય હઝારિકાએ જણાવ્યું કે ભારતના ન્યાયતંત્રમાં હજી પણ જ્ઞાતિલક્ષી ભેદભાવ છે તે દેખાઈ આવે છે.
“આ દર્શાવે છે કે કેસોનો ઝડપી નીકાલ આવતો નથી. કેસોનું ભારણ ન્યાયતંત્રમાં વધી રહ્યું છે,” એમ હઝારિકાએ જણાવ્યું હતું.
જોકે કેટલાક રાજ્યોમાં સ્થિતિ થોડી સુધરી છે એમ આ અહેવાલ તૈયાર કરનારા CHRIના પ્રોજેક્ટ ઓફિસર સિદ્ધાર્થ લાંબાએ જણાવ્યું હતું.
“રાષ્ટ્રીય સ્તરે દર 10માંથી સાત કેદીઓના કેસ પેન્ડિંગ છે, તેની સામે કેટલાક રાજ્યોમાં 10 કેદીઓ સામે તે સંખ્યા સાત કરતાં ઓછી છે,” એમ લાંબાએ જણાવ્યું હતું.
“દાખલા તરીકે અરૂણાચલ પ્રદેશમાં 10 કેદીઓમાંથી ચાર સામેના ગુના હજી સાબિત થયા નથી. ત્રિપુરા, મધ્ય પ્રદેશ અને છત્તિસગઢમાં 10માંથી પાંચ કેદીઓ કાચા કામના કેદીઓ છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
- અરૂણિમ ભૂયન
ભારતની જેલોમાં 69 ટકા કાચા કામના કેદીઓ મુકદ્દમો ચાલે તેની રાહમાંઃ અહેવાલમાં ઘટસ્ફોટ - national prison occupancy
2019ના આંકડાં પ્રમાણે ભારતની જેલોમાં 69.05 ટકા જેટલા કાચા કામના કેદીઓ છે, જેઓ મુકદ્દમો ચાલે તેની રાહમાં છે. દેશમાં કેદીઓને જેલમાં સાચવવાનો રોજનો ખર્ચ કેદી દીઠ રોજના રૂ. 118 છે, છતાં ન્યાયમાં વિલંબમાં કારણે કાચા કામના કેદીઓને જેલમાં રાખવા પડે છે એમ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના નવા વિશ્લેષણમાં જણાવાયું છે.