ઉત્તરપ્રદેશ: લલિતપુરમાં એક અમાનવીય ઘટના સામે આવી છે. જ્યાં એક 65 વર્ષીય વૃદ્ધને માર મારી યૂરિન પીવા પર મજબુર કર્યો હતો. આપને જણાવી દઈએ કે, પીડિત પરીવારે એક સપ્તાહ પહેલા પોલીસમાં એક ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ વૃદ્ધ વ્યકતિ અને તેમના પુત્રને ફરિયાદ પરત લેવા મજબુર કરી રહ્યા હતા.
રોડ ગામમાં રહેનાર દલિત વૃદ્ધ અમરે કહ્યું કે, સોનૂ યાદવ નામના એક વ્યકતિએ કપમાં યૂરિન ભરી પીવા માટે મજબૂર કર્યો હતો. જ્યારે વૃદ્ધે ના પાડતા તેના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અમરે જણાવ્યું કે, થોડા દિવસો પહેલા તેમના પુત્ર પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના વિરુદ્ધમાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપીઓ સમાધાન માટે મજબુર કરી રહ્યા હતા.
લલિતપુરના એસપી મિર્જા મંજર બેગે જણાવ્યું કે, કેટલાક લોકો રોડા ગામમાં 2 ગ્રામીણોને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે ફરિયાદ નોંધી હતી. મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.
ઉત્તરપ્રદેશમાં નીચી જાતિના લોકો વિરુદ્ધ ગુનાઓ બંધ થવાનું નામ લેતા નથી. 2019માં 11.829 કેસ ઉત્તરપ્રદેશમાં એસસી-એસટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજસ્થાનમાં 6,794 અને બિહારમાં 6,544 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.