નવી દિલ્હી: ઉત્તર-પૂર્વીય જિલ્લામાં થયેલી હિંસાની તપાસ દીલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના પ્રવકતા મનદીપ સિંહ રંધાવાએ પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં 123 ફરિયાદ નોંધવામાં આવી છે અને 630 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 42 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.
મનદીપ સિંહ રંધાવાએ વધુમાં જણાવ્યુ હતું કે, 25 જેટલી આગ લાગવાની ઘટનાના કેસ નોંધવામાં આવ્યા છે. આજે ક્રાઇમ બ્રાન્ચની ફોરેન્સિક ટીમની સાથે ધટના સ્થળ પર પહોંચી હતી અને કેટલાક પુરાવા એકત્રીત કર્યા હતાં. આ ધટનામાં કાઉન્સિલર તાહિર હુસૈનના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તાહિર વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ આમ આદમી પાર્ટીએ તેમને પક્ષની પ્રાથમિક સદસ્યતામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.