ઉત્તર પ્રદેશ: રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ અમિત મોહન પ્રસાદે શનિવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 2455 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કુલ સક્રિય કેસ 1756 છે અને ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 656 છે. ત્યારે આ વાઇરસને કારણે અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે 64 જિલ્લામાંથી કોરોના વાઇરસના કેસ નોંધાયા છે, તેમાંથી 6 જિલ્લા એવા છે કે જેમાં કોઈ સક્રિય કેસ હવે નથી.
અમિત મોહન પ્રસાદે કહ્યું કે, ગઈકાલે પણ 11 પ્રયોગશાળાઓ દ્વારા પૂલ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. 331 પુલોમાં 1607 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું, જેમાંથી 23 પૂલ પોઝિટિવ મળ્યાં છે.
તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં બાળકોનું રસીકરણ બંધ થઈ ગયું છે, જેની શરૂઆત આપણે આજથી કરી દીધી છે. આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે ગઈકાલે 3356 નમૂનાઓ પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યા છે અને કાલે 4431નમૂનાઓ પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરાયા છે.
તેમણે એમ પણ કહ્યું કે યુપીના મુખ્યપ્રધાને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ કરવા ચર્ચા કરી . અધિક મુખ્ય સચિવે માહિતી આપી હતી કે આજે મુખ્ય પ્રધાન સાંજે 6 વાગ્યે તમામ જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક કરશે અને રાત્રે આઠ વાગ્યે જિલ્લા અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે.