મુઝફ્ફરનગર: નગર કોતવાલી વિસ્તારમાં મુઝફ્ફરનગર-સહારનપુર સરહદે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સહાનપુર તરફથી બિહારના ગોપાલગંજ ચાલીને જતાં મજૂરોને રોડવેઝ બસે કચડી નાખ્યા હતા. જેમાં 6 મજૂરોનું દર્દનાક મોત થયું હતું. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ડૉક્ટરોએ દરેકને સારવાર માટે મેરઠ જવા સૂચન કર્યુ હતું. હાલ, કોતવાલી પોલીસે બસને જપ્ત કરીને બસચાલકની અટકાયત કરી છે.